________________
તત્વાર્થસૂત્ર તપ આદિ ગુણેની અપેક્ષા હોવાને લીધે સરળતાની દૃષ્ટિએ અવધિજ્ઞાનનાં ભવપ્રત્યય અને ગુણપ્રત્યય એવાં બે નામ રાખ્યાં છે.
દેહધારી છના ચાર વર્ગ કર્યો છે? નારક, દેવ, તિર્યંચ અને મનુષ્ય. આમાંથી પહેલા બે વર્ગવાળા છવામાં ભવપ્રત્યય એટલે કે જન્મસિદ્ધ અવધિજ્ઞાન થાય છે; અને પછીના બે વગીમાં ગુણપ્રત્યય એટલે કે ગુણેથી અવધિજ્ઞાન થાય છે.
પ્ર–જે બધા અવધિજ્ઞાનવાળા દેહધારી જ છે, તે પછી એમ કેમ છે કે કેટલાકને પ્રયત્ન વિના જ તે જન્મથી પ્રાપ્ત થાય છે અને બીજાને એને માટે ખાસ પ્રયત્ન કર પડે છે?
ઉ–કાર્યની વિચિત્રતા અનુભવસિદ્ધ છે. એ કેણુ જાણતું નથી કે પક્ષી જાતિમાં માત્ર જન્મ લેવાથી આકાશમાં ઊડવાની શક્તિ પ્રાપ્ત થાય છે અને મનુષ્યજાતિમાં માત્ર જન્મ લેવાથી કેઈ આકાશમાં ઊડી શકતું નથી; સિવાય કે તે વિમાન આદિની મદદ લે. અથવા જેમ કેટલાકમાં કાવ્યશક્તિ જન્મસિદ્ધ દેખાય છે તો બીજા કેટલાકમાં તે પ્રયત્ન વિના આવતી જ નથી.
તિર્યંચ અને મનુષ્યમાં મળી આવતા અવધિજ્ઞાનના છે ભેદ બતાવ્યા છે. ૧. આનુગામિક ૨, અનાનુગામિક ૩. વર્ધમાન ૪. હીયમાન ૫. અવસ્થિત અને ૬. અનવસ્થિત.
૧. જેમ કોઈ એક સ્થાનમાં વસ્ત્ર આદિ કઈ વસ્તુને રંગ લગાવ્યા હોય અને પછી એ સ્થાન ઉપરથી એ વસ્ત્રને