________________
અધ્યાય ૧ સૂત્ર ર૩ લઈ લેવામાં આવે તે પણ એને – વસ્ત્રને રંગ કાયમ જ રહે, તે પ્રમાણે જે અવધિજ્ઞાન એની ઉત્પત્તિના ક્ષેત્રને છેડીનેબીજી જગ્યા ઉપર જવા છતાં પણ કાયમ રહે છે, તે આનુગામિક”.
૨. જેમ કેઈનું જ્યોતિષજ્ઞાન એવું હોય છે કે જેથી તે અમુક સ્થાનમાં જ પ્રશ્નોને ઠીક ઠીક ઉત્તર આપી શકે છે બીજા સ્થાનમાં નહિ, તે જ પ્રમાણે જે અવધિજ્ઞાન પિતાનું ઉત્પત્તિસ્થાન છુટી જતાં કાયમ રહેતું નથી, તે અનાનુગામિક
૩. જેમ દીવાસળી અથવા અરણિ આદિથી ઉત્પન્ન થતી દેવતાની ચિનગારી બહુ નાની હોવા છતાં પણ અધિક અધિક સૂકાં લાકડાં આદિને પ્રાપ્ત કરી ક્રમથી વધતી જાય છે, તેમ જે અવધિજ્ઞાન ઉત્પત્તિકાળમાં અલ્પવિષયક હેવા છતાં પણ પરિણામશુદ્ધિ વધવાની સાથે જ કમપૂર્વક અધિક અધિક વિષયવાળું થતું જાય છે, તે “વર્ધમાન.”
૪. જેમ પરિમિત દાહ્ય વસ્તુઓમાં લાગેલી આગ નવુ બાળવાનુ ન મળવાથી ક્રમપૂર્વક ઘટતી જ જાય છે, તેમ જે અવધિજ્ઞાન ઉત્પત્તિના સમયમાં અધિક વિષયવાળુ હેવા છતાં પણ પરિણામશુદ્ધિ કમી થતાં ક્રમશઃ અલ્પ અલ્પ વિષયવાળું થઈ જાય છે, તે “હીયમાન'
૫. જેમ કેઈ પ્રાણીને એક જન્મમાં પ્રાપ્ત થયેલ પુરુષ આદિ વેદ યા બીજા અનેક પ્રકારના શુભ અશુભ સંસ્કારે એની સાથે બીજા જન્મમાં જાય છે, અથવા જિંદગી સુધી કાયમ રહે છે, તેમ જ જે અવધિજ્ઞાન બીજો જન્મ થવા છતાં
૧. જુઓ અધ્યાય ૨ સૂર ૬