________________
તાવાર્થસૂત્ર પછી કદાચિત ચાલ્યુ પણ જાય છે, પરંતુ વિપુલમતિ ચાલ્યું જતું નથી અને કેવલજ્ઞાનની પ્રાપ્તિ સુધી અવશ્ય રહે છે.
દિગં ગ્રંથમાં ૨૪મા સૂત્રમાં “મા ” શબ્દ છે, “મના ' નહિ. [૨૪-૨૫]. - હવે અવધિ અને મન પર્યાય તફાવત કહે છે? विशुद्धिक्षेत्रस्वामिविषयेभ्योऽवधिमनःपर्याययोंः ।२६ ।
વિશુદ્ધિ ક્ષેત્ર, સ્વામી અને વિષય દ્વારા અવધિ અને મનઃ પર્યાયને તફાવત જાણી જોઈએ. - જો કે અવધિ અને મન:પર્યાય એ બન્ને પારમાર્થિક વિકલ-અપૂર્ણ પ્રત્યક્ષરૂપે સમાન છે, છતાં એ બન્નેમાં કેટલીક રીતે તફાવત છે. જેમ કે વિશુદ્ધિકૃત, ક્ષેત્રકૃત, સ્વામિકૃત અને વિષયકૃત. ૧. મન:પર્યાયજ્ઞાન, અવધિજ્ઞાનની અપેક્ષાએ પોતાના વિષયને બહુ સ્પષ્ટરૂપે જાણે છે એથી તે વિશુદ્ધતર છે. ૨. અવધિજ્ઞાનનું ક્ષેત્ર અંગુલના અસખ્યાતમાં ભાગથી તે આખા લેક સુધી છે, જ્યારે મન પર્યાયજ્ઞાનનું ક્ષેત્ર તે માનુષેત્તર પર્વત પર્યત જ છે. ૩ અવધિજ્ઞાનને સ્વામી ચારે ગતિવાળે હોઈ શકે છે પરંતુ મન પર્યાયને સ્વામી ફક્ત સંયત મનુષ્ય હોઈ શકે છે. ૪. અવધિને વિષય કેટલાક પર્યાયે સાથે સંપૂર્ણ રૂપી દ્રવ્ય છે, પરંતુ મને પર્યાયન વિષય તે ફક્ત એને અનંતમે ભાગ (જુઓ સૂત્ર ર૮) છે; અર્થાત માત્ર મને દ્રવ્ય છે.
પ્ર–વિષય ઓછો હોવા છતાં પણ મન ૫ર્યાય અવધિથી વિશુદ્ધતર મનાયું છે તેનું શું કારણ?