________________
અધ્યાય ૧ સત્ર ૨૦
pas
ર
અથવા સ્ફુટ હોય. અહીંયાં તા ફક્ત સભવની અપેક્ષાએ ઉક્ત બાર બાર ભેદો ગણવા જોઈએ [૧૮–૧૯]
હવે શ્રુતજ્ઞાનનું સ્વરૂપ અને એના ભેદ કહે છે श्रुतं मतिपूर्व द्वयनेकद्वादशभेदम् | २० |
શ્રુતજ્ઞાન મતિપૂર્વક થાય છે. તે એ પ્રકારનુ છે; જે અનેક પ્રકારનુ અને ખાર પ્રકારનુ' હાય છે.
મતિજ્ઞાન કારણ અને શ્રુતજ્ઞાન કાય છે, કેમ કે મતિજ્ઞાનથી શ્રુતજ્ઞાન ઉત્પન્ન થાય છે. આથી શ્રુતજ્ઞાનને મતિપૂર્ણાંક કહ્યું છે, જે વિષયનું શ્રુતજ્ઞાન કરવાનું હેાય એ વિષયનુ મતિજ્ઞાન પહેલાં અવશ્ય થવુ જોઈએ. આથી મતિજ્ઞાન, શ્રુતજ્ઞાનનું પાલન કરવાવાળું અને પૂરણ કરવાવાળું કહેવાય છે મતિજ્ઞાન શ્રુતજ્ઞાનનું કારણ છે, પરંતુ તે બહિરંગ કારણ છે, એનું અંતર’ગ કારણુ તા શ્રુતજ્ઞાનાવરણને ક્ષયાપશમ છે, કેમ કે કાઈ વિષયનું મતિજ્ઞાન થયા છતાં પણ જો ઉક્ત ક્ષયેાપશમ ન હેાય તા એ વિષયનુ શ્રુતજ્ઞાન થઈ શકતું નથી.
પ્ર—મતિજ્ઞાનની માફક શ્રુતજ્ઞાનની ઉત્પત્તિમાં પણ ઈંદ્રિય અને મનની મદદ અપેક્ષિત છે તે પછી બન્નેમાં તાવત શા જ્યાં સુધી બન્નેના ભેદ સ્પષ્ટ રીતે જાગી ન શકાય ત્યાં સુધી શ્રુતજ્ઞાન મતિપૂર્વક છે એ કથનના કાંઈ ખાસ અર્થે રહેતા નથી. તેમ જ મતિજ્ઞાનનું કારણુ ભતિજ્ઞાનાવરણીય કર્મના ક્ષચેાપશમ અને શ્રુતજ્ઞાનનું કારણ શ્રુતનાનાવરણીય ક્રમના ક્ષયે પશમ છે, આ કથનથી પણ અનૈને ભેદ ધ્યાનમાં આવતા નથી, પ્રેમ કે ક્ષયેાપશમના ભેદ સાધારણ બુદ્ધિને ગમ્ય નથી.