________________
૧૦૪
૨. અર્થવિકાસ: અર્થની દષ્ટિએ જોઈએ તે પણ ભાષ્ય કરતાં સવાર્થસિદ્ધિ અવાચીન છે એમ જ જણાય છે. જે એક બાબત ભાષ્યમાં હોય છે, તેને વિશેષ વિસ્તૃત કરી તેના ઉપર વધારે ચર્ચા કરી સવાર્થસિદ્ધિમાં નિરૂપણ કરવામાં આવ્યું છે. વ્યાકરણશાસ્ત્ર અને જૈનેતર દર્શનેની જેટલી ચર્ચા સવસિદ્ધિમાં છે, તેટલી ભાષ્યમાં નથી. જેના પરિભાષાનું જે ટૂંક છતાં સ્થિર વિશદીકરણ અને વક્તવ્યનું જે પૃથક્કરણ સવાર્થસિદ્ધિમાં છે, તે ભાષ્યમાં ઓછામાં ઓછું છે ભાષ્ય કરતાં સર્વાર્થસિદ્ધિની તાર્કિકતા વધી જાય છે, અને ભાષ્યમાં નથી તેવાં વિજ્ઞાનવાદી બૌહ આદિનાં મંતવ્યો તેમાં ઉમેરાય છે, અને દર્શનાંતરનું ખડન જોર પકડે છે. એ બધુ સર્વાર્થસિદ્ધિ કરતાં ભાષ્યની પ્રાચીનતા પુરવાર કરે છે.
૩. સાંપ્રદાયિક્તા : ઉક્ત બે બાબતે કરતાં વધારે મહત્ત્વની બાબત સાંપ્રદાયિકતાની છે. કાળતત્વ, કેવળીકવલાહાર, અલકત્વ અને સ્ત્રીમેક્ષ જેવી બાબતોએ તીવ્ર મતભેદનું રૂપ ધારણ કર્યા પછી અને એ બાબત પરત્વે સાંપ્રદાયિક આગ્રહ બંધાયા પછી જ સવથસિદ્ધિ લખાઈ છે; જ્યારે ભાષ્યમાં એ સાંપ્રદાયિક અભિનિવેશનું તત્ત્વ દેખાતું નથી. જે જે બાબતમાં રૂઢ શ્વેતાંબર સંપ્રદાય સાથે દિગંબર સંપ્રદાયને વિરોધ છે, ને બધી જ બાબતે સર્વાર્થસિદ્ધિના પ્રણેતાએ
૧. દાખલા તરીકે સરખા ૧, ૨, ૧, ૧૨, ૧, ૩૨; અને ૨, ૧ વગેરે સૂત્રોનું ભાગ્ય અને સર્વાર્થસિદ્ધિ
૨ ૫, ૩૦, ૧, ૩, ૮, ૧; , , ૯, ૧૧, ૧૦, ૯ વગેરે સૂત્રની સવાર્થસિદ્ધિ સાથે તે જ સૂનું ભાખ્ય.