________________
તત્ત્વાર્થસૂત્ર ફેમેઃ સમ્યગદર્શનને રેગ્ય આધ્યાત્મિક ઉત્ક્રાંતિ થતાં જ સમ્યગદર્શન પ્રગટ થાય છે. પણ આમાં કોઈ આત્માને એના આવિર્ભાવ માટે બાહ્ય નિમિતની અપેક્ષા રહે છે, જ્યારે કોઈને રહેતી નથી એ તે પ્રસિદ્ધ છે કે કઈ વ્યક્તિ, શિક્ષક આદિની મદદથી શિલ્પ આદિ કેટલીક કળાઓ શીખે છે, જ્યારે કેટલાક બીજાની મદદ સિવાય પિતાની જાતે જ શીખી લે છે. આન્તરિક કારણોની સમાનતા હેવા છતાં પણ બાહ્ય નિમિત્તની અપેક્ષા અને અનપેક્ષાને લઈને પ્રસ્તુત સૂત્રમાં સમ્યગદર્શનના “નિસર્ગસમ્યગદર્શન” અને “અધિગમસમ્યગદર્શન” એવા બે ભેદ કર્યા છે. બાહ્ય નિમિત્તો પણ અનેક પ્રકારના હોય છે. કઈ પ્રતિમા આદિ ધાર્મિક વસ્તુઓના માત્ર અવલોકનથી. સમ્યગદર્શન પ્રાપ્ત કરે છે, કેઈ ગુને ઉપદેશ સાંભળી, કોઈ શાસ્ત્રો ભણીને અને કેઈ સત્સંગથી.
૩ત્તિ અનાદિકાળના સંસારપ્રવાહમાં તરેહ તરેહનાં દુઓનો અનુભવ કરતાં કરતાં ગ્ય આત્મામા કોઈક વાર એવી પરિણામશુદ્ધિ થઈ જાય છે જે એ આત્માને તે ક્ષણ માટે અપૂર્વે જ છે. એ પરિણામશુદ્ધિને “અપૂર્વકરણ” કહે છે. અપૂર્વકરણથી તાત્વિક પક્ષપાતની બાધક રાગદ્વેષની તીવ્રતા મટી જાય છે. એવી રાગદ્વેષની તીવ્રતા મટી જતાં આત્મા સત્યને માટે જાગરૂક બની જાય છે. આ આધ્યાત્મિક જાગરણ એ જ જીવ છે. [૨-૨
- ૧, ઉત્પત્તિકમની સ્પષ્ટતા માટે જુઓ હિદી કર્મગ્રંથ બીજો પૃ. ૭ તથા કર્મગ્રંથ ચોથાની પ્રસ્તાવના પૃ ૧૩.