________________
તત્વાર્થસૂત્ર પ્રમાણ એ અનેક નને સમૂહ છે. કેમ કે નય, વસ્તુને એક દષ્ટિએ ગ્રહણ કરે છે અને પ્રમાણુ એને અનેક દષ્ટિએથી ગ્રહણ કરે છે. [૬]
હવે તોના વિસ્તૃત જ્ઞાનને માટે કેટલાંક વિચારણદ્વારનું કથન કરે છે? निर्देशस्वामित्वसाधनाधिकरणस्थितिविधानतः।७। सत्संख्याक्षेत्रस्पर्शनकालान्तरभावाल्पबहुत्वैश्च ।।
નિર્દેશ, સ્વામિત્વ, સાધન, અધિકરણ, સ્થિતિ અને વિધાનથી તથા –
સત, સંખ્યા, ક્ષેત્ર, સ્પશન, કાળ, અંતર, ભાવ અને અલ્પમહત્વથી સમ્યગ્દર્શનાદિ વિષયોનું જ્ઞાન થાય છે.
નાને કે મેં કઈ પણ જિજ્ઞાસુ જ્યારે તે પહેલવહેલા કેઈ વિમાન કે બીજી એવી નવી વસ્તુ જુએ છે અને એનું નામ સાંભળે છે, ત્યારે એની જિજ્ઞાસાવૃત્તિ જાગી ઊઠે છે. અને એથી તે પૂર્વે નહિ જોયેલી અથવા નહિ સાંભળેલી વસ્તુના સંબંધમાં અનેક પ્રશ્ન કરવા લાગી જાય છે.
૧. કઈ પણ વસ્તુમાં પ્રવેશ કરશે એટલે તેની માહિતી મેળવવી અગર વિચારણા કરવી. એમ કરવાનું મુખ્ય સાધન તે વસ્તુ વિષે વિવિધ પ્રશ્નો કરવા એ છે. પ્રશ્નને ખુલાસે મળે તે પ્રમાણમાં વસ્તુમાં પ્રવેશ કર્યો ગણાય. તેથી પ્રશ્નો એ જ વસ્તુમાં પ્રવેશ કરવાનાં અર્થાત વિચારણા મારફત તેમા ઊંડા ઊતરવાનાં દ્વારે છે. તેથી વિચારણા-દ્વાર એટલે પ્રશ્નો એમ સમજવું. શાસ્ત્રોમાં તેમને અનુયાગદ્વાર કહ્યા છે. અનુયાગ એટલે વ્યાખ્યા કે વિવરણ, તેના દ્વારે એટલે તે તે પ્રશ્નો.