________________
તત્ત્વાર્થસૂત્ર
દૃષ્ટાન્તઃ મક્રમની જ્ઞાનધારાના આવિર્ભાવને માટે ઇન્દ્રિય અને વિષયના સયાગની અપેક્ષા છે, એને સ્પષ્ટતાથી સમજવાને માટે શરાવ અર્થાત્ શકારાનું દૃષ્ટાંત ઉપચાગી છે. જેમ ભઠ્ઠીમાંથી તરત બહાર કાઢેલા અતિશય રૂક્ષ શરાવમાં પાણીનું એક ટીપુ નાંખ્યુ હય, તે તે શરાવ તુરત જ તેને શાષી લે છે અને તે એટલે સુધી કે તેનું કાંઈ નામનિશાન રહેતું નથી. આ રીતે પછી પણ એક એક કરી નાંખેલાં અનેક પાણીનાં ટીપાંએને એ શરાવ શેાષી લે છે. પરંતુ અંતમાં એવા સમય આવે છે કે જ્યારે તે પાણીનાં ટીપાંઓને શેષવામાં અસમર્થ થાય છે અને એનાથી ભીજાઈ જાય છે. ત્યારે એમાં નાંખેલાં જલકણુ સમૂહ રૂપે એકઠાં થઈ દેખાવા લાગે છે, શરાવની ભીનાશ પહેલવહેલી જ્યારે માલૂમ પડે છે તે પહેલાં પણ શરાવમાં પાણી હતુ. પરંતુ એણે પાણીને એવી રીતે શેાષી લીધુ હતું કે એમા પાણી તદ્ન સમાઈ યુ હાઈ એ પાણી આંખે જોઈ શકાય એવું ન હતું; પરંતુ તે શરાવમાં અવશ્ય હતુ. જ્યારે પાણીનું પ્રમાણ વધ્યુ અને શરાવની શાષવાની શક્તિ ઓછી થઈ ત્યારે ભીનાશ દેખાવા લાગી અને પછી અંદર નહિ શાષાયેલું પાણી એના ઉપરના તળમાં એકઠું થઈ દેખાવા લાગ્યુ. એવી જ રીતે ક્રાઈ ઊધતા માણસને ઘાંટા પાડવામાં આવે ત્યારે તે શબ્દ એના કાનમાં સમાઈ જાય છે. એ ચાર વાર બૂમ મારવાથી એના કાનમાં જ્યારે પૌદ્ગલિક શબ્દો પૂરતા પ્રમાણમાં ભરાઈ જાય છે, ત્યારે પાણીનાં ટીપાંથી પ્રથમ પ્રથમ ભીના થતા રાવની માફક ઊંધતા માણસના કાન પણુ શબ્દોથી પરિપૂરિત થઈ એ શબ્દોને સામાન્ય રૂપે જાણવામાં સમર્થ
૩૦