________________
તાવાર્થસૂત્ર હેય તે સવપ્રદ જેમ કે, ગાઢ અંધકારમાં કાંઈક સ્પર્શ થતાં
આ કાંઈક છે' એવું જ્ઞાન. આ જ્ઞાનમાં એ માલુમ પડતું નથી કે એ કઈ ચીજને સ્પર્શ છે. આથી તે અવ્યક્ત જ્ઞાન અવગ્રહ કહેવાય છે.
૨. અવગ્રહથી ગ્રહણ કરેલા સામાન્ય વિષયને વિશેષરૂપે નિશ્ચય કરવા માટે જે વિચારણા થાય છે, તે હ. જેમ કે,
આ દેરડાને સ્પર્શ છે કે સાપને?' એ સંશય થતાં એવી વિચારણું થાય છે કે આ દેરડાને સ્પર્શ હો જોઈએ; કેમ કે જો સાપ હોય તે આટલે સખત આઘાત લાગતાં
ફાડે માર્યા વિના રહે નહિ. આને વિચારણ, સંભાવના અથવા ઈહ કહે છે.
૩. ઈહ દ્વારા ગ્રહણ કરેલા વિશેષને કાંઈક અધિક અવધાન -એકાગ્રતાથી જે નિશ્ચય થાય છે, તે અવાય. જેમ કે
ડેક સમય તપાસ કર્યા પછી એ નિશ્ચય થાય કે આ સાપને સ્પર્શ નથી, દેરડાને જ છે, તે અવાય – અપાય કહેવાય છે
૪ અવાયરૂપ નિશ્ચય કેટલાક સમય સુધી કાયમ તે રહે છે. પણ પછી મને બીજા વિષમાં ચાલ્યું જતુ હેવાથી તે નિશ્ચય લુપ્ત થઈ જાય છે. છતાં તે એવા સંસ્કાર મૂકતા જાય છે કે જેથી આગળ કઈ ચોગ્ય નિમિત્ત મળતાં એ નિશ્ચિત વિષયનું સ્મરણ થઈ આવે છે. આ નિશ્ચયની સતત ધારા, તજજન્ય સંસ્કાર અને સંસ્કારજન્ય સ્મરણ એ બધા મતિ વ્યાપાર ધારણા છે.
પ્ર–શુ ઉપરના ચાર ભેદને જે કમ આપે છે, તે નિહેતુક છે કે સહેતુક છે?