________________
૨૯
અહયાય ૧ - સૂત્ર ૮ એટલો તફાવત અવશ્ય હેવાને કે એક સમ્યફવી જીવના ક્ષેત્ર કરતાં અનંત જીવનું ક્ષેત્ર પ્રમાણમાં મેટું હશે કેમ કે લેકને અસંખ્યાતમો ભાગ પણ તરતમભાવથી અસખ્યાત પ્રકારનો છે. ૧૦ રન-નિવાસસ્થાનરૂપ આકાશના ચારે બાજુના પ્રદેશને અડકવું એ જ સ્પર્શન છે. ક્ષેત્રમાં ફક્ત આધારભૂત આકાશ જ લેવાય છે, અને સ્પર્શનમાં આધારક્ષેત્રના ચારે બાજુના આકાશપ્રદેશ જેને અડકીને આધેય રહેલું હોય તે પણ લેવાય છે. આ જ ક્ષેત્ર અને સ્પર્શનને તફાવત છે સમ્યગદર્શનનું સ્પર્શ સ્થાન પણ લોકને અસંખ્યાતમો ભાગ જ સમજો જોઈએ. પરંતુ આ ભાગ એના ક્ષેત્ર કરતા કઈક ભેટ હવાને, કેમ કે એમાં ક્ષેત્રભૂત આકાશના પર્યતવર્તી પ્રદેશ પણ આવી જાય છે ૧૧. - સમય. એક જીવની અપેક્ષાએ સમ્યગ્દર્શનને કાળ વિચારીએ તે તે સાદિ સાન્ત અથવા સાદિ અનત થાય, પણ બધા જીવોની અપેક્ષાએ તે અનાદિ અનંત સમજે જોઈએ, કેમ કે ભૂતકાળને એ કઈ પણ ભાગ નથી કે જેમાં સમ્યફી બિલકુલ ન હોય ભવિષ્યકાળના વિષયમાં પણ એ જ બાબત છે. તાત્પર્ય કે અનાદિ કાળથી સમ્યગ્દર્શનના આવિર્ભાવનો ક્રમ ચાલુ છે, જે અનંતકાળ સુધી ચાલતું જ રહેશે. ૧ર સત્તરવિરહકાળ. એક જીવને લઈને સમ્યગ્દર્શનના વિરહકાળને વિચાર કરીએ તે તે જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ
૧. નવ સમયથી માડી બે ઘડી–૪૮ મિનિટ-મા એક સમય એ હોય ત્યાં સુધીના વખતને અંતમુહર્ત કહે છે. નવ સમય એ જઘન્ય અંતર્મહતું, અને એક સમય ઓછી બે ઘડી એ ઉત્કૃષ્ટ અંતમુહૂર્ત. વચલા બધા સમય મધ્યમ અતમુહૂર્ત.