________________
૧૭
અધ્યાય ૧- સૂત્ર ૮ તે એ વસ્તુને આકાર, રૂપ, રંગ, એને માલિક, એને બનાવવાના ઉપાય, એને રાખવાની જગ્યા, એના ટકાઉપણની ભયદા અને એના પ્રકાર આદિના સબ ધમાં વિવિધ પ્રશ્નો કરે છે. અને એ પ્રશ્નનો ઉત્તર પ્રાપ્ત કરી પિતાની જ્ઞાનવૃદ્ધિ કરે છે. આ રીતે જ અંતર્દષ્ટિવાળી વ્યકિત પણ મેક્ષમાર્ગ વિષે સાંભળીને અથવા હેય, ઉપાદેય એવાં આધ્યાત્મિક તત્વ વિષે સાંભળીને એમના સંબંધમાં વિવિધ પ્રશ્નો દ્વારા પિતાનું જ્ઞાન વધારે છે. આ જ આશય ચાલું બે સૂત્રોમાં પ્રગટ કર્યો છે. ઉદાહરણ તરીકે, નિર્દેશ આદિ સૂક્ત ચૌદ પ્રશ્નોને લઈને સમ્યગ્દર્શન વિષે સંક્ષેપમા નીચે પ્રમાણે વિચાર કરવામાં આવે છે
૧. નિશિ -સ્વરૂપ. તત્ત્વ તરફ રુચિ એ સમ્યગ્દર્શનનું સ્વરૂપ છે. ૨. સ્વામિત્વ-અધિકારિત્વ. સમ્યગ્દર્શનને અધિકારી જીવ જ છે, અજીવ નહિ; કેમ કે તે જીવને જ ગુણ અથવા પર્યાય છે ૭. સાવજ-કારણ દર્શનમેહનીય કર્મને ઉપશમ, ક્ષપશમ અને ક્ષય એ ત્રણે સમ્યગ્દર્શનના અંતરંગ કારણ છે. એનાં બહિરંગ કારણો અનેક છે; જેવાં કે, શાસ્ત્રજ્ઞાન, જાતિમરણ, પ્રતિમાદર્શન, સત્સંગ ઇત્યાદિ જ વિવા-આધાર. સમ્યગ દર્શનને આધાર જીવ જ છે, કેમ કે એ એને પરિણામ હેવાથી એમાં જ રહે છે સમ્યગદર્શન ગુણ છે, તેથી એને સ્વામી અને આધકરણ જુદાં જુદાં નથી તે પણ જ્યાં જીવ આદિ દ્રવ્યના સ્વામી અને અધિકરણને વિચાર કરવાને હેય, ત્યાં એ બન્નેમા જુદાઈ પણું જોવામાં આવે છે. જેમ કે, વ્યવહારદષ્ટિથી જોતાં એક છવનો સ્વામી કઈ