________________
અધ્યાય ૧-ગ
૧૩
છે. સુવર તત્ત્વથી મેાક્ષનુ કારણ અને નિર્જરા તત્ત્વથી મેાક્ષના ક્રમ બતાવ્યા છે. [૪]
હવે નિક્ષેપોના નામનિર્દેશ કરે છે.
नामस्थापनाद्रव्यभावतस्तन्न्यासः | ५ |
નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવરૂપથી એમના એટલે કે સમ્યગ્દર્શન આદિ અને જીવ આદિના ન્યાસ એટલે કે વિભાગ થાય છે.
Ο
અધા વ્યવહારનુ કે જ્ઞાનની આપ-લેનુ મુખ્ય સાધન ભાષા છે. ભાષા, શબ્દોની બનેલી છે. એક જ શબ્દ, પ્રયેાજન અથવા પ્રસ`ગ પ્રમાણે અનેક અર્થમાં વપરાય છે. દરેક શબ્દના ઓછામાં ઓછા ચાર અર્થે જોવામાં આવે છે. એ જ વાર અથ એ શબ્દના અસામાન્યના ચાર વિભાગ છે. એ વિભાગને જ ‘નિક્ષેપ’ – ન્યાસ કહે છે, એ જાણવાથી તાત્પ સમજવામાં સરળતા થાય છે. એ માટે પ્રસ્તુત સૂત્રમાં એ ચાર અનિક્ષેપ બતાવ્યા છે એનાથી એટલું પૃથક્કરણ થઈ જશે કે મેાક્ષમા રૂપે સયગ્દર્શન આદિ અ, અને તત્ત્વ રૂપે જીવાજીવાદિ અર્થ અમુક પ્રકારના લેવા જોઈએ, ખીજા પ્રકારના નહિ. એ ચાર નિક્ષેપ આ પ્રમાણે છેઃ
૧, જે અર્થ વ્યુત્પત્તિસિદ્ધ નથી પણ ફક્ત માતપિતા અથવા ખીજા સેાંકાના સંકેતખળથી જાણી શકાય છે, તે અ ‘નામનિક્ષેપ.' જેમ કે, કાઈ એક એવી વ્યક્તિ છે, જેનામાં સેવક ચેાગ્ય કાઈ પણ ગુણ નથી પણ કાઈ એ એનું નામ સેવક રાખ્યુ છે. આ નામસેવક છે. ૨. જે વસ્તુ