________________
૧૦૫
-
સૂત્રમાં ફેરફાર કરીને કે તેના અર્થમાં ખેંચતાણ કરીને કે અસંગત અધ્યાહાર આદિ કરીને ગમે તે રીતે દિગંબર પરંપરાને અનુકૂલ થાય તે રીતે સૂત્રમાંથી ઉપજાવી કાઢવાને સાંપ્રદાયિક પ્રયત્ન કરે છે, જેવો પ્રયત્ન ભાષ્યમાં ક્યાંય દેખાતા નથી. તેથી એમ સ્પષ્ટ લાગે છે કે, સર્વાર્થસિદ્ધિ એ સાંપ્રદાયિક વિરોધનું વાતાવરણ જામ્યા પછી પાછળથી લખાઈ છે; અને ભાષ્ય એ વિરોધના વાતાવરણથી મુક્ત છે.
ત્યારે અહીં પ્રશ્ન થાય છે કે, જે એ રીતે ભાષ્ય તટસ્થ અને પ્રાચીન હોય, તો તેને દિગબર પરંપરાએ છેડયું કેમ? એને ઉત્તર એ છે કે, સર્વાર્થસિદ્ધિના કતીને જે બાબતમાં શ્વેતાંબર સંપ્રદાયની માન્યતાઓનું સ્પષ્ટ ખંડન કરવું હતું, તેવું ખંડન ભાષ્યમાં ન જ હતું એટલું જ નહિ પણ, ભાષ્ય મોટે ભાગે રૂઢ દિગબર પરંપરાનું પિષક થઈ શકે તેમ પણ ન હતું, અને ઘણે સ્થળે તે ઊલટું તે દિગંબર પરંપરાથી બહુ વિરુદ્ધ જતું હતું. તેથી પૂજ્યપાદ ભાષ્યને પડતું મૂકી સૂત્રો ઉપર સ્વતંત્ર ટીકા લખી, અને તેમ કરતા સૂત્રપાઠમાં ઇષ્ટ સુધારાવધારે કર્યો અને તેની વ્યાખ્યામાં મતભેદવાળી બાબતે આવી ત્યાં સ્પષ્ટપણે દિગંબર મંતવ્યોનું જ સ્થાપન કર્યું; આ કરવામાં પૂજ્યપાદને કુંદકુંદના ગ્રંથ મુખ્ય આધાર
૧ ૯, ૭ તથા ૨૪ના ભાષ્યમા વસ્ત્રનો ઉલ્લેખ છે. તથા ૧૦, ૭ના ભાષ્યમાં “તીર્થકરીતી ને ઉલ્લેખ છે.
૨. જ્યા જ્યાં અર્થ ખેંચે છે, અથવા પુલાક આદિ જેવા સ્થળે બંધબેસતુ વિવરણ નથી થઈ શક્યું તે સૂત્રો જ કેમ ન કાઢી નાખ્યાં, એને ઉત્તર સૂત્રપાઠની અતિપ્રસિદ્ધિ અને ફેકવા જતાં અપ્રામાયને આપ આવરને ભય હોય, એમ લાગે છે.