________________
१३३
ફેંકી દેવાતા વિષયેામાંથી જાણવા જેવું ઘણું જ બાતલ ન રહી જાય અને સત્યશાધન માટે જિજ્ઞાસાનું ક્ષેત્ર તૈયાર થાય તેમજ જે સાચું' હોય તેને સવિશેષપણે મુદ્દિની કસેાટીએ ચઢવાની તક મળે.
'
જો પ્રસ્તુત ગૂજરાતી વિવેચનારા જ તત્ત્વાર્થી - શીખવાનું હાય, તા શિક્ષકે એક એક સૂત્ર લઈ તેમાંની બધી વસ્તુઓ પહેલાં માઢેથી જ સમજાવી દેવી અને તેમાં વિદ્યાર્થીએના પ્રવેશ થાય એટલે તે તે ભાગનું પ્રસ્તુત વિવેચન વિદ્યાર્થીઓ પાસે જ વંચાવવું અને કેટલાક સવાલે પૂછી તેની સમજણ વિષે ખાતરી કરી લેવી
પ્રસ્તુત વિવેચનારા એક સ` પૂરતાં સૂત્રેા અગર અધ્યાય પૂર્ણ શીખી જવાય ત્યારબાદ પરિચયમાં કરેલી સરખામણીની દિશાને આધારે શિક્ષકે અધિકારી વિદ્યાર્થી આ સમક્ષ સ્પષ્ટ તુલના કરવી
ઉપર સૂચવેલ પદ્ધતિ પ્રમાણે શિક્ષણ આપવામાં શિક્ષકની ઉપર ખાજો વધે છે ખરા, પણ તે ખાજો ઉત્સાહ અને બુદ્ધિપૂર્વક ઊંચક્યા સિવાય શિક્ષકનું સ્થાન જ ઉચ્ચ બની શકતું નથી, અને વિદ્યાર્થીવર્ગ પણ વિચારદરિદ્ર જ રહી જાય છે. તેથી શિક્ષકાએ વધારેમાં વધારે તૈયારી કરવી અને પાતાની તૈયારીને ફળદ્રુપ બનાવવા વિદ્યાથી ઓનું માનસ તૈયાર કરવું એ અનેિવાય છે. શુદ્ધ જ્ઞાન મેળવવાની દૃષ્ટિએ તે એમ કરવું એ અનિવાય છે જ, પણ ચામેર ઝડપથી વધતા જતા વર્તમાન જ્ઞાનવેગને જોઈ સૌ સાથે સભાનપણે મેસવાની વ્યવહારષ્ટિએ પણ એમ કરવું એ અનિવાય છે.
સુખલાલ