________________
તત્ત્વાર્થસૂત્ર અવસ્થારૂપ પરિપૂર્ણ ચારિત્ર પ્રાપ્ત થતાં જ ત્રણે સાધનની પરિપૂર્ણતાના બળથી પૂર્ણ મેક્ષ શક્ય થાય છે
સાહનિયમ. ઉપરનાં ત્રણે સાધનામાંથી પહેલાં બે એટલે કે સમ્યગદર્શન અને સમ્યગજ્ઞાન અવશ્ય સહચારી હોય છે. જેમ સૂર્યને તાપ અને પ્રકાશ એકબીજાને છેડીને રહી શકતાં નથી, તેમ જ સમ્યગદર્શન અને સમ્યજ્ઞાન એકબીજા સિવાય રહેતાં નથી. પરંતુ સમ્યફડ્યારિત્રની સાથે એમનું સાહચર્ય અવસ્થભાવી નથી. કારણ કે સમ્યક્ષ્યારિત્ર સિવાય પણ કેટલાક સમય સુધી સમ્યગદર્શન અને સમ્યગ જ્ઞાન જેવામાં આવે છે. આમ હોવા છતાં પણ ઉત્ક્રાંતિના ક્રમ પ્રમાણે સમ્યફચારિત્ર માટે એ નિયમ છે
૧. એક એ પણ પક્ષ છે જે દર્શન અને જ્ઞાનનું અવસ્થંભાવી સાહચર્ય ન માનતા વૈકલ્પિક સાહચર્ય માને છે. એ મત પ્રમાણે કોઈક વાર દર્શનાળમાં જ્ઞાન ન પણ હોય. એને અર્થ એ છે કે સમ્યકત્વ પ્રાપ્ત થવા છતા દેવ, નારક, તિર્થને અને કેટલાક મનુષ્યોને પણ વિશિષ્ટ કૃતજ્ઞાન એટલે કે આચારાદિ અંગેનું જ્ઞાન હોતું નથી. આ મત પ્રમાણે દર્શનના સમયે જ્ઞાન ન હોવાને અર્થ એ છે કે તે સમયે વિશિષ્ટ શ્રુતજ્ઞાન હેતું નથી. પરંતુ દર્શન અને શાનને અવશ્ય સહચારી માનતા પક્ષને આશય એ છે કે, દર્શનપ્રાપ્તિ પહેલા જે મતિ આદિ અજ્ઞાનરૂપે જમા હેય છે, તે સમ્યગદર્શનની ઉત્પત્તિ અથવા મિથ્યાષ્ટિની નિવૃત્તિથી સમ્યગુરૂપમા પરિણત થઈ જાય છે, અને તે મતિ આદિ જ્ઞાન કહેવાય છે. આ મત પ્રમાણે છે અને જેટલો વિશેષ બોધ સમ્યકત્વ-પ્રાપ્તિકાલમા હાય, તે જ સમ્યજ્ઞાન સમજવું, માત્ર વિશિષ્ટ કૃત નહિ.