________________
१३२ શખવા. દા. ત. અ૦ ૧, ૧, ૫, ૨૯ અને ૫, ૩૧ ના ભાષ્યની વૃત્તિમાંની ચર્ચાઓ.
૫. અભ્યાસ શરૂ કરાવ્યા અગાઉ શિક્ષકે તત્વાર્થને બાહ્ય અને આંતરિક પરિચય કરાવવા વિદ્યાર્થીઓ સામે કેટલાંક સામાન્ય પરંતુ રૂચિકર પ્રવચન કરવા અને તે રીતે વિદ્યાર્થીઓમાં રસવૃત્તિ જગાડવી. વચ્ચે વચ્ચે જ્યારે પ્રસંગ આવે ત્યારે દર્શના ઈતિહાસ અને કમવિકાસ તરફ વિદ્યાર્થીઓનું ખાસ ધ્યાન ખેંચાય તે માટે ચગ્ય પ્રવચન ગોઠવવાં.
૬. ભૂગોળ, ખગોળ, સ્વર્ગ અને પાતાળવિદ્યાના ત્રીજા તથા ચોથા અધ્યાયનું શિક્ષણ આપવા બાબત એ મોટા વિરોધી પક્ષી છે. એક પક્ષ તેમને શિક્ષણમાં રાખવા ના પાડે છે, જ્યારે બીજે તેના શિક્ષણ વિના સર્વ - દર્શનને અભ્યાસ અધૂરો માને છે. આ બન્ને એકાંતની છેલ્લી સીમાઓ છે; તેથી શિક્ષકે તે બે અધ્યાયનું શિક્ષણ આપવા છતાં તેમની પાછળની દષ્ટિ બદલવી એ જ અત્યારે સલાહકારક છે. ત્રીજા અને ચોથા અધ્યાયનું બધુ વર્ણન સર્વ કથિત છે તેમાં લેશ પણ ફેરફાર ન જ હોઈ શકે, આજકાલની બધી છે અને વિચારણાઓ તદ્દન ખેતી હેઈ અગર તે જૈન શાસેથી વિરુદ્ધ પડતી હેઈ ફેકી દેવા લાયક છે, એમ કહી એ અધ્યાયના શિક્ષણ ઉપર ભાર આપવા કરના, એક કાળે આર્ય દર્શનેમાં સ્વર્ગ, નરક, ભૂગળ અને ખગોળ વિષે કેવી કેવી માન્યતાઓ ચાલતી અને એ માન્યતાઓમાં જૈન દર્શનનું શું સ્થાન છે એવી ઐતિહાસિક દષ્ટિથી જ એ અધ્યાયે નું શિક્ષણ આપવામાં આવે, તે ખોટું સમજી