________________
સુપડુપિકા શબ્દ આ સ્થળ સિવાય અન્યત્ર ક્યાંય જો કે સાંભળ્યો નથી. સંભવ છે કે, તે અપભ્રષ્ટ પાઠ હેય. અથવા કેઈ દેશીય શબ્દ હેય. મેં પહેલાં કલ્પના કરી હતી કે, તેને અર્થ “નાની નાવડી” કદાચ હોય; તેમજ કોઈ વિદ્વાન મિત્રે એમ પણ કહ્યું હતું કે તે સંસ્કૃત વપરા શબ્દને ભ્રષ્ટ પાઠ છે. પરંતુ હવે વિચાર કરવાથી એ કલ્પના તેમ જ એ સૂચના ઠીક નથી લાગતી, કારણકે તે કલ્પનાને આધાર, ગંધહસ્તીની મોટી વૃત્તિમાંથી નાની વૃત્તિ તારવવા બાબતને ખ્યાલ હતો, જે હવે છોડી દેવો પડ્યો છે. યશોભદ્રના શિષ્ય અંતે જે વાક્ય લખ્યું છે, તેથી તે એવું કોઈકે ધ્વનિત થાય છે કે, આ નાની વૃત્તિ થાડી અમુક રચી, ડી બીજા કેઈક, અને છેડી ત્રીજા કેઈકે, તેથી તે ડુપડુપિકા બની ગઈ, અથત એક કથા જેવી બની ગઈ
સર્વાર્થસિદ્ધિ અને રાજવાર્તિક સાથે સિદ્ધસેનીય વૃત્તિનું તેલન કરીએ તે સ્પષ્ટ જણાય છે કે, ભાષાને જે પ્રસાદ, રચનાની વિશદતા અને અર્થનું પૃથક્કરણ “સવીર્થસિદ્ધિ અને રાજવાર્તિકમાં છે, તે સિદ્ધસેનીય વૃત્તિમાં નથી. આનાં બે કારણે છે. એક તે ગ્રંથકારને પ્રકૃતિભેદ અને બીજું કારણ - પરાશિત રચના છે. સર્વાર્થસિધિકાર અને રાજવાર્તિકકાર
સો ઉપર પિતાનું વક્તવ્ય સ્વતંત્રપણે જ કહે છે, જ્યારે સિદ્ધસેનને ભાષ્યનું શદશઃ અનુસરણ કરવાનું હેઈ, પરાશ્રિતપણે ચાલવાનું છે. આટલે તફાવત હોવા છતાં સમગ્ર રીતે સિદ્ધસેનીયવૃત્તિનું અવલોકન કરતાં મન ઉપર એ વાત તે
૧. પહેલી આવૃતિ, પરિચથી ૪૪