________________
૧૧૧ કારણે કે બીજા કેઈ કારણે સિદ્ધસેનને સર્વાર્થસિદ્ધિ જોવાની તક મળી હોય એમ લાગતું નથી. સિદ્ધસેન એ પૂજ્યપાદ આદિ દિગંબરીય આચાર્યો જેવા સંપ્રદાયાભિનિવેશી છે એમ તેમની વૃત્તિ જ કહે છે. હવે જે એમણે “સવાર્થસિદ્ધિ કે બીજે કઈ દિગંબરીયત્વાભિનિવેશી ગ્રંથ જે હેન, તો તેના પ્રત્યાઘાતરૂપે તેઓ પણ તે તે સ્થળે દિગંબરીયત્વનું “સર્વાર્થસિદ્ધિનાં વચનના નિર્દેશપૂર્વક ખંડન કર્યા વિના સંતોષ પકડી શકત જ નહિ. વળી કઈ પણ સ્થળે દિગંબરીય સાંપ્રદાયિક વ્યાખ્યાઓની તેમણે સમાચના કરી જ નથી. જે પિતાના પૂર્વવત વ્યાખ્યાકારાના સૂત્ર કે ભાષ્યવિષયક મતભેદેની તેમજ ભાષ્યવિવરણ સંબંધી નાનીમોટી માન્યતાઓની ટૂંકી પણ નોંધ લીધા સિવાય ન રહે, અને પોતે માન્ય રાખેલ શ્વેતાંબર પરંપરા કરતાં તર્કબળથી સહેજ પણ વિરુદ્ધ કહેનાર શ્વેતાંબરીય મહાન આચાર્યોની કટુક સમાલોચના કર્યા વિના સતિષ ન પકડે, તે સિદ્ધસેન વ્યાખ્યાપરત્વે પ્રબળ વિરાધ ધરાવનાર દિગંબરીય આચાર્યોની પૂરેપૂરી ખબર લીધા વિના રહી શકે એ કલ્પવું જ અશક્ય છે. તેથી એવી કલ્પના થાય છે કે, ઉત્તર કે પશ્ચિમ હિંદુસ્તાનમાં થયેલ અને રહેલ એ શ્વેતાંબર આચાર્યને દક્ષિણ હિંદુસ્તાનમાં રચાયેલ અને પોષાયેલ તત્વાર્થ ઉપરની પ્રસિદ્ધ દિગંબર વ્યાખ્યા જોવાની તક સાંપડી ન હોય. એ જ રીતે દક્ષિણ હિંદુસ્તાનમાં થયેલ અકલંક આદિ દિગબરીય ટીકાકારેને ઉત્તર હિંદુસ્તાનમાં રચાયેલ તત્કાલીન શ્વેતાંબરીય તત્ત્વાર્થના ટીકાગ્ર જવાની તક મળેલી લાગતી જ નથી; તેમ છતાં સિદ્ધસેનની વૃત્તિ અને રાજવાર્તિક માં જે કવચિત ધ્યાન ખેંચનાર શબ્દસાદસ્ય દેખાય