________________
૧૧૭,
ભાષ્ય ઉપર ત્રીજી વૃત્તિ ઉપાધ્યાય યશોવિજયજીની છે. જે એ પૂર્ણ મળતી હતી તે તે સત્તરમા-અઢારમા સૈકામાં
થયેલ ભારતીય દર્શનશાસ્ત્રના વિકાસને લિતિ વૃત્તિ એક નમૂને પૂરા પાડત એમ અત્યારે
ઉપલબ્ધ એ વૃત્તિના એક નાના ખંડ ઉપરથી જ કહેવાનું મન થઈ જાય છે. એ ખંડ પૂરા પ્રથમ અધ્યાય ઉપર પણ નથી, અને તેમાં ઉપરની બે વૃત્તિઓની પેઠે જ શબ્દશઃ ભાષ્યને અનુસરી વિવરણ કરવામાં આવ્યું છે, તેમ છતાં તેમાં જે ઊંડી તકનુગામી ચર્ચા, જે બહુશ્રુતતા અને જે ભાવફેટન દેખાય છે, તે યશોવિજયજીની ન્યાયવિશારદાની ખાતરી કરાવે છે. જે એ વૃત્તિ એમણે સંપૂર્ણ રચી હશે, તે અઢીસે જ વર્ષમાં તેને સર્વનાશ થઈ ગયે હોય એમ માનતા છવ અચકાય છે, એટલે એની શોધ માટેનો પ્રયત્ન નિષ્ફળ જવાનો સંભવ નથી.
ઉપર જે તત્વાર્થ ઉપરના મહત્ત્વપૂર્ણ અને અભ્યાસરોગ્ય ડાક પ્રથાને પરિચય આપ્યો છે, તે ફક્ત અભ્યાસીઓની જિજ્ઞાસા જાગરિત કરવા અને એ દિશામાં વિશેષ પ્રયત્ન કરવાની સુચના પૂરતો છે. વસ્તુતઃ તે પ્રત્યેક ગ્રંથને પરિચય એક એક સ્વતંત્ર નિબંધની અપેક્ષા રાખે છે અને એ બધાને સંમિલિત પરિચય તે એક દળદાર પુસ્તકની અપેક્ષા રાખે છે. તે કામ આ સ્થળની મર્યાદા બહારનું છે, તેથી આટલા જ પરિચયમા સેતેષ ધારણ કરી વિરમવું ચોગ્ય દેખું છું.
સમલાલ