________________
અભ્યાસ વિષે સૂચન
"
જૈન દર્શનને પ્રામાણિક અભ્યાસ કરવા ઈચ્છનાર જૈન, નેતર (પછી તે વિદ્યાથી હાય કે શિક્ષક) દરેક એમ પૂછે છે કે, એવું એક પુસ્તક કયું છે કે જેના ટૂંકાણુથી અગર લખાણુથી અભ્યાસ કરી શકાય અને જેના અભ્યાસથી જૈન દર્શનમાં સમાસ પામતી મુદ્દાની દરેક બાબતનું જ્ઞાન થાય. એ પ્રશ્નના ઉત્તર આપનાર તત્ત્વાથ સિવાય બીજા કાઈ પુસ્તકના નિર્દેશ ન જ કરી શકે, તત્ત્વાર્થની આટલી ચેાગ્યતા હાવાથી આજકાલ જ્યાં ત્યાં જૈન દર્શનના અભ્યાસક્રમમાં તે” સર્વપ્રથમ આવે છે. આમ હોવા છતાં તેના અભ્યાસ જે રીતે ચાલતા જોવામાં આવે છે, તે રીત વિશેષ મૂળપ્રદ થતી જણાતી નથી; તેથી તેની અભ્યાસપદ્ધતિ વિષે અત્રે કાંઈક સૂચન અયેાગ્ય નહિ ગણાય,
સામાન્ય રીતે તત્ત્વાર્થ” ના અભ્યાસી શ્વેતાંબરા તે ઉપરની દિગબરીય ટીકાએ નથી નેતા, અને દિગબરા તે ઉપરની શ્વેતાંબરીય ટીકાએ નથી જોતા. આનું કારણું સાંકડી દૃષ્ટિ, સાંપ્રદાયિક અભિનિવેશ કે માહિતીના અભાવ એ ગમે તે હેાય; . પણ જો એ વાત સાચી હોય, તે તેને લીધે અભ્યાસીનું જ્ઞાન કેટલું સકુચિત રહે છે, તેની જિજ્ઞાસા કેટલી અણુખેડાયેલી રહે છે, અને તેની તુલના તેમજ પરીક્ષણુશક્તિ કેટલી છુઠ્ઠી રહે છે, અને તેને પરિણામે તત્ત્વાર્થીના અભ્યાસીનું