________________
૧૬ ભૂત થઈ પડેલા લાગે છે. આમ થવાથી દિગબર પરંપરાએ સર્વાર્થસિદ્ધિને મુખ્ય પ્રમાણ તરીકે સ્વીકારી, અને ભાષ્ય સ્વાભાવિક રીતે જ શ્વેતાંબર પરપરામાં માન્ય રહી ગયુ. ભાષ્ય ઉપર કોઈ પણ દિગંબર આચાર્યે ટીકા નથી લખી કે તેને ઉલ્લેખ નથી કર્યો, એટલે તે દિગંબર પરંપરાથી દૂર જ રહી ગયું; અને અનેક શ્વેતાંબર આચાયોએ ભાષ્ય ઉપર ટીકાઓ લખી છે તેમ જ કવચિત્ ભાષ્યનાં મંતવ્યો વિરોધ કર્યા છતાં એકંદર તેનું પ્રમાણ સ્વીકાર્યું છે, તેથી જ કોઈ તટસ્થ પરંપરાના પ્રાચીન વિદ્વાને રચેલું હોવા છતાં તે તાંબર સંપ્રદાયને પ્રમાણભૂત ગ્રંથ થઈ પડયો છે. તે પણ એટલું યાદ રાખવું જોઈએ કે, ભાષ્ય પ્રત્યે દિગંબરીય પરંપરામાં આજકાલ જે મનેત્તિ જોવામાં આવે છે, તે જૂના દિગંબરાચાર્યોમા ન હતી. કારણ કે, અકલક જેવા પ્રમુખ દિગબરાચાર્ય પણ યથાસંભવ ભાષ્યની સાથે પિતાના કથનની સંગતિ બતાવવાનો પ્રયત્ન કરીને ભાષ્યના વિશિષ્ટ પ્રામાણ્યનું સુચન કરે છે (જુઓ રાજવાર્તિક ૫, ૪, ૮, અને ક્યાંય ભાષ્યનું નામોલ્લેખપૂર્વક ખંડન નથી કરતા અથવા અપ્રામાણ્ય નથી બનાવતા.
ગ્રંથનાં નામકરણ પણ આકરિમક નથી હતા; મેળવી શકાય તે તેને પણ વિશિષ્ટ ઈતિહાસ હોય છે જ. પૂર્વકાલીન
અને સમકાલીન વિદ્વાનની ભાવનામાંથી તે વિશે તેમજ સાહિત્યના નામકરણપ્રવાહમાંથી
પ્રેરણું મેળવીને જ ગ્રંથકારે પિતાની કૃતિનું નામકરણ કરે છે. પતંજલિના વ્યાકરણ ઉપરના મહાભાષ્યની પ્રતિષ્ઠાની અસર પાછલા અનેક ગ્રંથકાર ઉપર થયેલી આપણે