________________
૧૦૮ * વાર્તિક કુમારિકના વાર્તિકની જેમ પામાં છે. કુમારિલ કરતાં વિદ્યાનંદની વિશેષતા એ છે કે, તેણે પોતે જ પોતાના પદ્ય વાર્તિકની ટીકા લખી છે. બરાજવાર્તિક માં લગભગ આખી સર્વાર્થસિદ્ધિ આવી જાય છે, છતાં તેમાં નવીનતા અને પ્રતિભા એટલી બધી છે કે, સર્વાર્થસિદ્ધિ સાથે રાખીને રાજવાર્તિક વાચતા છતાં તેમાં કશું જ પૌનરુય દેખાતુ નથી. લક્ષણનિષ્ણાત પૂજ્યપાદનાં સર્વાર્થસિદ્ધિગત પ્રત્યેક મુદ્દાવાળાં વાકયોને અકલકે પૃથક્કરણ અને વર્ગીકરણપૂર્વક વાર્તિકમાં ફેરવી નાખ્યાં છે અને પિતાને ઉમેરવા લાયક દેખાતી બાબતે કે તેવા પ્રશ્નો વિષે નવાં પણ વાર્તિકે રહ્યાં છે અને બધાં ગા વાર્તિક ઉપર પિતે જ છુટ વિવરણ લખ્યું છે. એથી એકંદર રીતે જોતા રાજવાર્તિક' એ સર્વાર્થસિદ્ધિનું વિવરણ હોવા છતાં વસ્તુતઃ તે સ્વતંત્ર જ ગ્રંથ છે. “સર્વાર્થસિદ્ધિમાં દેખાતા દાર્શનિક અભ્યાસ કરતાં “રાજવાર્તિકને દાર્શનિક અભ્યાસ બહુ જ ચઢી જાય છે. “રાજ્યાર્તિકને એક ધ્રુવમંત્ર છે કે તેને જે બાબત ઉપર જે કાંઈ કહેવું હોય, તે અનેકાંતને આશ્રય કરીને જ કહે છે. અનેકાંત એ “રાજવારિકની પ્રત્યેક ચર્ચાની ચાવી છે. પિતાના સમય સુધીમાં ભિન્ન ભિન્ન સંપ્રદાયના વિદ્વાનોએ જે અનેકાત ઉપર આક્ષેપ મૂકેલા અને અનેકાંતવાદની જે ત્રુટિઓ બતાવેલી, તે બધાનું નિરસન કરવા અને અનેકાંતનું વાસ્તવિક સ્વરૂપ જણાવવા માટે જ અકલકે પ્રતિષ્ઠિત તત્ત્વાર્થસૂત્રના પાયા ઉપર સિદ્ધલક્ષણવાળી સર્વાર્થસિદ્ધિને આશ્રય લઈ પિતાના “રાજવાર્તિકીની ભવ્ય ઇમારત ઉભી કરી છે. સર્વાર્થસિદ્ધિમાં જે આગમિક વિષનો અતિ વિસ્તાર છે, તેને રાજવાર્તિકકારે ઘટાડી