________________
પાગલિકબધ-વ્યારંભની યોગ્યતા કરતાં જુદા જ પ્રકારની છે. તત્વાર્થની દ્રવ્ય અને ગુણની વ્યાખ્યા વૈશેષિક દર્શનની તે વ્યાખ્યા સાથે વધારેમાં વધારે સાદસ્થ ધરાવે છે. તત્વાર્થ અને સાંખ્ય દર્શનની પરિણામસંબંધી પરિભાષા સમાન જ છે. તત્વાર્થને કવ્ય, ગુણ અને પર્યાય રૂપે સત પદાર્થો વિવેક, સાંખ્યના સત અને પરિણામવાદની તથા વૈશેષિક દર્શનના દ્રવ્ય, ગુણ અને કર્મને મુખ્ય સત માનવાના વલણની યાદ આપે છે.
ચારિત્રમીમાંસાની સારભૂત બાબઃ જીવનમાં કઈ કઈ પ્રવૃત્તિઓ હેય છે? એવી હેય પ્રવૃત્તિઓનું મૂળ બીજ શું છે? હેય પ્રવૃત્તિઓને ત્યાગ શક્ય હોય તે તે કયા કયા પ્રકારના ઉપાય દ્વારા થઈ શકે, અને હેય પ્રવૃત્તિના સ્થાનમાં કયા પ્રકારની પ્રવૃત્તિઓ જીવનમાં દાખલ કરવી ? તેનું પરિણામ જીવનમાં ક્રમશઃ અને છેવટે શું આવે? એ બધા વિચાર છઠ્ઠાથી દશમા અધ્યાય સુધીની ચારિત્રમીમાંસામાં આવે છે. આ બધો વિચાર જૈનદર્શનની તદ્દન જુદી પડતી પરિભાષા અને સાંપ્રદાયિક પ્રણાલીને લીધે જાણે કઈ પણ દર્શન સાથે સામ્ય ન ધરાવતું હોય એવો આપાતતઃ ભાસ થાય છે; છતાં બૌદ્ધ અને વેગ દર્શનને બારીકીથી અભ્યાસ કરનારને એમ જણાયા વિના કદી પણ ન રહે, કે જૈન ચારિત્રમીમાંસાને વિષય ચારિત્રપ્રધાન ઉક્ત બે દર્શન સાથે વધારેમાં વધારે
૧. “તત્વાર્થ૦૦ ૫, ૩ર-૩૫ ૨. “તત્વાર્થ૦ ૫, ૩૭, તથા ૪૦. છે જુઓ આ પરિચય, પા. ૧૨.