________________
૨૬
કિયાઓનું અને તેમના ભેદભેદોનું વધારે વર્ણન હેય તે સ્વાભાવિક છે.
સરખામણી પૂરી કરીએ તે પહેલાં ચારિત્રમીમાંસાના અંતિમ સાધ્ય મેક્ષના સ્વરૂપ વિષે ઉક્ત દર્શનની કઈ અને કેવી કલ્પના છે તે પણ જાણી લેવી આવશ્યક છે. દુખના ત્યાગમાથી જ મેક્ષની કલ્પના જન્મેલી હેવાથી, બધાં દર્શને દુખની આત્યંતિક નિવૃત્તિને જ મેક્ષ માને છે. ન્યાય, વૈશેકિગ અને બૌદ્ધ એ ચારે એમ માને છે કે, દુઃખના નાશ ઉપરાંત મેક્ષમાં બીજી કોઈ ભાવાત્મક વરતુ નથી; તેથી એમને અને મેક્ષમાં જે સુખ હોય તે તે કાંઈ સ્વતંત્ર વસ્તુ નહિ. પણ તે દુઃખના અભાવ પૂરતું જ છે. જ્યારે જૈન દર્શન વેદાંતની પડે એમ માને છે કે, મેક્ષ અવસ્થા એ માત્ર દુઃખનિવૃત્તિ નથી, પણ એમાં વિષયનિરપેક્ષ સ્વાભાવિક સુખ જેવી સ્વતંત્ર વરતુ પણ છે. માત્ર સુખ જ નહિ પણ તે ઉપરાંત જ્ઞાન જેવા બીજા રવાભાવિક ગુણને આવિભવ જૈન દર્શન એ અવસ્થામાં રવીકારે છે, જ્યારે બીજા દર્શનની પ્રક્રિયા એમ સ્વીકારવાની ના પાડે છે. મોક્ષના સ્થાન વિષે જૈન દર્શનને મત સૌથી નિરાળો છે. બૌદ્ધ દર્શનમાં તે સ્વતંત્ર આત્મતત્ત્વને સ્પષ્ટ સ્થાન ન હોવાથી, મોક્ષના સ્થાન વિષે તેમાંથી કાંઈ પણ વિચાર મેળવવાની આશા અસ્થાને છે. પ્રાચીન બધાં વૈદિક દશનો આત્મવિભુત્વવાદી હોવાથી, તેમને મને મોક્ષનું સ્થાન કેઈ અલાયદું હોય એવી કલ્પના જ થઈ શકતી
૧. ૧, ૧, ૨૨ ૨, ૫, ૨, ૧૮,