________________
આખું કર્મશાસ્ત્ર વાચક ઉમાસ્વાતિએ ટૂંકાણમાં પણ દાખલ કર્યું છે. તેવી જ રીતે તાત્ત્વિક દષ્ટિએ ચારિત્રની મીમાંસા જૈન, બૌદ્ધ અને યોગ ત્રણે દર્શનેમાં સમાન હોવા છતાં, કેટલાંક કારણેથી વ્યવહારમાં ફેર પડી ગયેલા નજરે પડે છે, અને એ ફેર જ તે તે દર્શનના અનુગામીઓની વિશેષતારૂપ થઈ પડ્યો છે. કલેશ અને કષાયને ત્યાગ એ જ બધાને મને ચારિત્ર છે; તેને નિદ્ધ કરવાના અનેક ઉપાયોમાંથી કોઈએ એક ઉપર તે બીજાએ બીજા ઉપર વધારે ભાર આપે છે. જૈન આચારના બંધારણમાં દેહદમનની પ્રધાનતા દેખાય છે, બૌદ્ધ આચારના બંધારણમાં દેહદમનની જગ્યાએ ધ્યાન પર ભાર મુકાયે છે, અને ચગદર્શનાનુસારી પરિવાજના આચારના બંધારણમાં પ્રાણાયામ, શૌચ આદિ ઉપર વધારે ભાર અપાય છે. જે મુખ્ય ચારિત્રની સિદ્ધિમાં જ દેહદમન, ધ્યાન અગર પ્રાણાયામ આદિને બરાબર ઉપયોગ થાય, તે તે એ દરેકનું સરખું જ મહત્ત્વ છે; પણ જયારે એ બાહ્ય અંગે માત્ર વ્યવહારના ચીલા જેવાં બની જાય છે, અને તેમાથી મુખ્ય ચારિત્રની સિદ્ધિને આત્મા ઊડી જાય છે, ત્યારે જ એમાં વિરોધની દુર્ગવ આવે છે, અને એક સંપ્રદાયને અનુગામી બીજા સંપ્રદાયના આચારનું નિરર્થકપણું બતાવે છે. બૌદ્ધ સાહિત્યમાં અને બૌદ્ધ અનુગામી વર્ગમાં જનનાં દેહદમનની પ્રધાનતાવાળા તપનીએ
૧. “તત્વાર્થ” ૬, ૧૧-૨૦ અને ૮, ૪-૧૧ ૨. તત્વાર્થ” , હા
” દશવૈકાલિક અધ્યાચન , ઉ૦ ૨.
કે “ભજિસમનિકાય' સૂટ ૧૪.