________________
૧૦૧
૪. અસલીપણા વિષે. ઉકત બંને સુત્રપાઠેમાં અસલી કો અને ફેરફાર પામેલ કર્યો એ પ્રશ્ન સહજ ઉદ્ભવે છે. અત્યાર સુધી કરેલા વિચાર ઉપરથી મારી ખાતરી થઈ છે કે, ભાષ્યમાન્ય સૂત્રપાઠ જ અસલી છે, અથવા તે સવાર્થસિદ્ધિમાન્ય સૂત્રપાઠ કરતાં અસલી સૂત્રપાઠની બહુ જ નજીક છે.
સૂત્રપાઠ વિષે આટલી ચર્ચા કર્યા પછી હવે સૂત્રો ઉપર સર્વ પ્રથમ રચાયેલ ભાષ્ય અને સવાર્થસિદ્ધિ એ બે ટીકાઓ વિષે કાંઈક વિચાર કર પ્રાપ્ત થાય છે. ભાષ્યમાન્ય સુત્રપાઠનું અમલીપણુ અગર તે અસલીપાઠની વિશેષ નજીક હેવાપણુ, તેમજ પ્રથમ કહેવામાં આવ્યું છે તે પ્રમાણે ભાષ્યનું વાચક ઉમાસ્વાતિકર્તકપણું દિગંબર પરંપરા કદી કબૂલ કરી શકે નહિ એ ખુલ્લું છે; કારણ કે દિગંબરપરંપરામાન્ય બધી જ તત્ત્વાર્થ ઉપરની ટીકાઓને મૂળ આધાર વીર્થસિદ્ધિ અને તેને માન્ય સૂત્રપાઠ એ જ છે; એટલે ભાષ્ય કે ભાષ્યમાન્ય સૂત્રપાઠને જ ઉમાસ્વાતિકર્તક માનવા જતાં, પત માનેલા સૂત્રપાઠ અને ટીકાગ્રથનુ પ્રામાણ્ય પૂરેપૂરું ન રહે. તેથી કોઈ પણ સ્થળે લિખિત પ્રમાણ ન હોવા છતાં ભાષ્ય અને ભાષ્યમાન્ય સૂત્રપાઠ વિષે દિગંબરપરપરાનુ શુ કહેવુ હેઈ શકે તે સાંપ્રદાયિકત્વને દરેક અભ્યાસી કલ્પી શકે એમ છે. દિગંબર પરંપરા સવાર્થસિદ્ધિ અને તેના માન્ય સૂત્રપાઠને પ્રમાણસર્વસ્વ માને છે અને એમ માની સ્પષ્ટ સૂચવે જ છે કે, ભાષ્ય એ સ્વપજ્ઞ નથી અને તેને માન્ય સુત્રપાઠ પણ અસલી નથી. આમ હેવાથી ભાષ્ય અને સર્વાર્થસિદ્ધિ બનેનું પ્રામાવિષયક બળાબળ તપાસ્યા સિવાય પ્રસ્તુત પરિચય અધુરે જ રહે. ભાષ્યની પજ્ઞતા વિષે કશે જ સંદેહ ન