________________
९७
નથી. પરંતુ જૈન દન સ્વતંત્ર આત્મતત્ત્વવાદી છે અને છતાં આત્મવિભ્રુત્વવાદી નથી; તેથી, તેને મેક્ષનુ સ્થાન કયાં છે એના વિચાર કરવાનુ પ્રાપ્ત થાય છે અને એ વિચાર એણે દર્શાવ્યા પણ છે. તત્ત્વાના અંતમાં વાચક ઉમાસ્વાતિ કહે છે કે, ‘ મુક્ત થયેલ જીવ દરેક પ્રકારના શરીરથી છૂટી, ઊધ્વગામી થઈ, છેવટે લેાકના અંતમાં સ્થિર થાય છે અને ત્યા જ હુમેશને માટે રહે છે.'
૪ વ્યાખ્યાઓ
પેાતાના ઉપર રચાયેલી સાંપ્રદાયિક વ્યાખ્યાઓની ખાખતમાં તત્ત્વાર્થાધિગમસૂત્રની સરખામણી બ્રહ્મસૂત્ર સાથે થઈ શકે. જેમ ઘણી બાબતામા પરસ્પર તદ્દન જુદા મત ધરાવનાર અનેક આચાયીએ? બ્રહ્મસૂત્ર ઉપર વ્યાખ્યાઓ લખી છે, અને તેમાંથી જ પેાતાના વક્તવ્યને ઉપનિષદેને આધારે સાબિત કરવાના પ્રયત્ન કર્યો છે, તેમ શ્વેતાંખર–દિગબર એ અને સ'પ્રદાયના વિદ્વાનેાએ તત્ત્વાથ ઉપર વ્યાખ્યાઓ લખી છે, અને એમાંથી જ પેાતાનાં પરસ્પર વિરોધી મંતવ્યાને પણ આગમને આધારે કુલિત કરવાના પ્રયત્ન કર્યો છે. આટલા ઉપરથી સામાન્ય ખાત એટલી જ સિદ્ધ થાય છે કે, જેમ બ્રહ્મસૂત્રની વૈદ્યાંત સાહિત્યમાં પ્રતિષ્ઠા હૈવાને લીધે ભિન્ન ભિન્ન મત ધરાવનાર પ્રતિભાશાળી આચાર્ચીને તે બ્રહ્મસૂત્રને આશ્રય લઈને તે દ્વારા જ પેાતાનાં વિશિષ્ટ વક્તવ્ય દર્શાવવાની જરૂર જણાઈ, તેમ જૈન વાડ્મયમાં જામેલી તત્ત્વાર્થાધિગમની પ્રતિષ્ઠાને લીધે જ તેના આશ્રય લઈ અને સ`પ્રદાયના વિદ્વાનાને
૧. શકર, નિમાર્ક, મઘ્ન, રામાનુજ, વલ્લભ આદિ.
તે છ