________________
પડે તેવું વર્ણન છે. “પંચાસ્તિકાય” અને “સમયસાર'માં તત્વાર્થની પેઠે જ આસવ, સંવર, બંધ આદિ તત્ત્વોને લઈ ચારિત્રમીમાંસા કરવામાં આવી છે; છતાં એ બે વચ્ચે તફાવત છે અને તે એ કે, તત્ત્વાર્થના વર્ણનમાં નિશ્ચય કરતાં વ્યવહારનું ચિત્ર વધારે ખેંચાયું છે. એમાં દરેક તત્વને લગતી બધી હકીકો છે; અને ત્યાગી, ગૃહસ્થ તથા સાધુના બધા પ્રકારના આચાર તથા નિયમો વર્ણવાયેલા છે, જે જૈનસંઘનું બંધારણ સૂચવે છે. જ્યારે “પંચાસ્તિકાય” અને “સમયસાર'મા તેમ નથી. એમાં તે આસવ, સંવર આદિ તત્વોની નિશ્ચયગામી તેમજ ઉપપત્તિવાળી ચચી છે; એમાં તત્વાર્થની પેઠે જૈન ગૃહસ્થ તેમજ સાધુનાં પ્રચલિત વ્રતો, નિયમો અને આચારે આદિનું વર્ણન નથી.
ગદર્શન સાથે પ્રસ્તુત ચારિત્રમીમાંસાની સરખામણીને જેટ અવકાશ છે, તેટલો જ તે વિષય રસપ્રદ છે; પરંતુ એ વિસ્તાર એક સ્વતંત્ર લેખન વિષય હોઈ અહીં તેને સ્થાન નથી. છતાં અભ્યાસીઓનું ધ્યાન ખેંચવા માટે તેમની સ્વતંત્ર તુવનાશક્તિ ઉપર વિશ્વાસ રાખી, નીચે ટૂંકમાં એક સરખામણી કરવા ચોગ્ય મુદ્દાઓની યાદી આપવામાં આવે છે:
વિગદર્શન ૧. કમાંશય (૨, ૧૨).
હવાથ ૧. કાયિક, વાચિક, માન- સિક પ્રવૃત્તિરૂ૫ આસવ (૧,૧).
૨. માનસિક આસવ (૮,૧).
૨, નિરાધના વિષય તરીકે લેવામાં આવતી ચિત્તવૃત્તિઓ (૧, ૬).