________________
७५
પહેઢેથી જ જૈન આગમેની રચનાશૈલી બૌદ્ધ પિટકા જેવી લાંબા વણુનાત્મક સૂત્રરૂપે ચાલી આવતી, અને તે પ્રાકૃત ભાષામાં હતી. ખીજી બાજુ બ્રાહ્મણ વિદ્યારચનારીનાએ સંસ્કૃતભાષામાં શરૂ કરેલી ટૂંકાં ટૂંકાં સૂત્ર રચવાની શૈલી ધીરે ધીરે અહુ જ પ્રતિષ્ઠિત થઈ ગઈ હતી; એ શૈલીએ વાચક્ર ઉમાસ્વાતિને આકર્ષ્યા અને તેમાં જ લખવા પ્રેર્યાં, આપણે જાણીએ છીએ ત્યાં સુધી જૈન સંપ્રદાયમાં સંસ્કૃત ભાષામાં ટૂંકાં ટૂંકાં સૂત્રેા રચનાર તરીકે સૌથી પહેલા ઉમાસ્વાતિ જ છે. તેમના પછી જ એવી સૂત્રશૈલી જન પર'પરામાં બહુ જ પ્રતિષ્ઠિન થઈ અને વ્યાકરણ, અલ'કાર, આચાર, નીતિ, ન્યાય આદિ અનેક વિષયે ઉપર શ્વેતાંબર, દિગંબર અને સ`પ્રદાયના વિદ્વાનાએ તે શૈલીમાં સંસ્કૃતભાષાનૢ ગ્રંથ લખ્યા
ઉમાસ્વાતિનાં તત્ત્વાર્થસૂત્રેા કણાદનાં વૈશેષિક સૂત્રોની પેઠે દૃશ અધ્યાયમાં વહેંચાયેલાં છે. એમની સખ્યા ફક્ત ૩૪૪ જેટલી છે, જ્યારે કણાદનાં સૂત્રોની સખ્યા ૩૩૩ જેટલી જ છે. એ અધ્યાયેામાં વૈશેષિક દ સૂત્રોની પેઠે આહ્નિક-વિભાગ અગર તેા બ્રહ્મસૂત્ર આદિની મા પાદ-વિભાગ નથી. જૈન સાહિત્યમાં અધ્યયન'ને સ્થાને અધ્યાય'ના આરંભ કરનાર પણુ ઉમાસ્વાતિ જ છે. `તેમણે શરૂ નહિ કરેલા આહિક અને પાદ વિભાગ પણ આગળ જતાં તેમના અનુગામી અકલક આદિએ પાતપેાતાના ગ્રંથમાં શરૂ કરી લીધા છે. ખાર્થે રચનામાં કણાદ અને યાગસૂત્ર સાથે તત્ત્વા સૂત્રનું વિશેષ સામ્ય હેવા છતાં તેમાં એક ખાસ જાણવા જેવા ક્રૂર છે, જે જન દર્શનના પરપરાગત માનસ ઉપર પ્રકાશ પાડે છે. કણાદ પાતાનાં