________________
વળી કેટલાંક દર્શનમાં ચારિત્રની મીમાંસા મુખ્ય છે. જેમકે પગ અને બૌદ્ધ દર્શનમાં. જીવનની શુદ્ધિ એટલે શું? તે કેમ સાધવી? તેમાં શું શું બાધક છે? વગેરે જીવનને લગતા પ્રશ્નોને નિકાલ યોગદર્શને હેય-દુખ, હે હેતુ–દુખનું કારણ, હાન–મેક્ષ, અને હાનોપાયમોક્ષનું કારણ એ ચતુર્વ્યૂહનું નિરૂપણ કરીને, અને બૌદ્ધ દર્શને ચાર આર્યસત્યાનું નિરૂપણ કરીને કર્યો છે; એટલે કે પ્રથમના દર્શનવિભાગને વિષય શેયતત્ત્વ છે અને બીજા દર્શનવિભાગને વિષય ચારિત્ર છે.
ભગવાન મહાવીરે પિતાની મીમાંસામાં શેયતત્ત્વ અને ચારિત્રને સરખું જ સ્થાન આપ્યું છે, તેથી જ તેમની તત્ત્વમીમાંસા એક બાજુ જીવ–આજીવના નિરૂપણ દ્વારા જગતનું
સ્વરૂપે વર્ણવે છે, અને બીજી બાજુ આસવ, સંધર આદિ તને વર્ણવી ચારિત્રનું સ્વરૂપ દર્શાવે છે. એમની તત્વમીમાંસા એટલે શેય અને ચારિત્રને સભાનપણે વિચાર. એ મીમાંસામાં ભગવાને નવ તત્વે મૂકી, એ તો ઉપરની અડગ શ્રદ્ધાને જૈનત્વની પ્રાથમિક શરત તરીકે કહી છે. ત્યાગી કે ગૃહસ્થ કેઈને પણ મહાવીરના માર્ગને અનુગામી તે જ માની શકાય, કે જે તેણે એ નવ તત્ત્વનું જ્ઞાન ન મેળવ્યું હોય તે પણ ઓછામાં ઓછું એના ઉપર શ્રદ્ધા તે કેળવી જ હોય; અથીત “જિનકથિત એ તત્વે જ સત્ય છે' એવી ખાતરી બરાબર કરી છે. આ કારણથી જૈન દર્શનમાં નવ તત્વના જેટલું બીજા કશાનું મહત્વ નથી. આવી વસ્તુસ્થિતિને લીધે જ વાચક ઉમાસ્વાતિએ પોતાના પ્રસ્તુત શસ્ત્રના વિષય તરીકે એ નવ તત્ત્વો પસંદ કર્યું, અને તેમનું જ વર્ણન સૂત્રોમાં કરી તે સને વિષયાનુરૂપ “તત્વાર્થોધિગમ એવું નામ આપ્યું.