________________
મંતવ્ય સૂત્રમાં રજૂ કરી, તેમને સાબિત કરવા અક્ષપાદ ગૌતમની પેઠે પૂર્વપક્ષ-ઉત્તરપક્ષ નથી કરતા, છતાં તેની પુષ્ટિમાં : હેતુઓને ઉપન્યાસ તે બહુધા કરે જ છે; જ્યારે વાચક ઉમાસ્વાતિ પોતાના એક પણ સિદ્ધાંતની સાબીતિ માટે ક્યાંય યુક્તિ-પ્રયુક્તિ કે હેતુ મૂકતા જ નથી. તેઓ પોતાના વાવ્યને સ્થાપિત સિદ્ધાંત રૂપે જ કોઈ પણ દલીલ કે હેતુ આપ્યા વિના, અગર પૂર્વપક્ષ-ઉત્તરપક્ષ કર્યા સિવાય જ, ચગસૂત્રકાર પતંજલિની પેઠે વર્ણવ્યે જ જાય છે. ઉમાસ્વાતિનાં સૂત્રો અને વૈદિક દર્શનનાં સૂત્રો સરખાવતાં એક છાપ મન ઉપર પડે છે, અને તે એ કે, જૈન પરંપરા શ્રદ્ધાપ્રધાન છે; તે પોતે સર્વાના વક્તવ્યને અક્ષરશઃ સ્વીકારી લે છે અને તેમાં શંકા, સમાધાનને અવકાશ જોતી જ નથી; જેને પરિણામે સુધારે વધારો અને વિકાસ કરવા જેવા અનેક બુદ્ધિના વિષયો તર્કવાદના જમાનામાં પણ અણખેડાયેલા રહી માત્ર શ્રદ્ધાના પાયા ઉપર આજ સુધી ટકી રહ્યા છે. પરંતુ વૈદિક દર્શનપરંપરા
૧. સિદ્ધસેન ,સમતભદ્ર આદિ જેવા અનેક ધુરંધર તાર્કિકાએ કરેલ તર્ક વિકાસ અને તાર્કિકચર્ચા ભારતીય વિચારવિકાસમાં ખાસ સ્થાન ભોગવે છે એ વાતનો ઇનકાર થઈ શકે તેમ નથી. છતાં પ્રસ્તુત કથન ગૌણપ્રધાનભાવ અને દષ્ટિભેદની અપેક્ષાએ જ સમજવાનું છે. એને એકાદ દાખવાથી સમજવું હોય તે તત્વાર્થસૂત્રો અને ઉપનિષદે આદિ લઈએ. તત્વાર્થના વ્યાખ્યાકારે ધુરધાર તાકિ હોવા છતાં અને સંપ્રદાયમાં વહેચાયા છતા જે ચર્ચા કરે છે અને તર્કબળ વાપરે છે, તે બધું પ્રથમથી સ્થાપિત જનસિદ્ધાતને સ્પષ્ટ કરવા અગર તે તેનું સમર્થન કરવા પૂરતું છે. એમાથી કઈ વ્યાખ્યાકારે નવું વિચારસર્જન કર્યું નથી, કે તા