________________
વર્ણન એ માત્ર મેક્ષનો ઉદ્દેશ સિદ્ધ કરવા માટે જ છે. ભક્તિમાર્ગનાં શાસ્ત્રો કે જેમાં જીવ, જગત અને ઈશ્વર આદિ વિષયાનું વર્ણન છે, તે પણ ભક્તિની પુષ્ટિ દ્વારા છેવટે મેક્ષ મેળવવા માટે જ છે. બૌદ્ધ દર્શનના ક્ષણિકવાદને અગર ચાર આર્ય સત્યામાં સમાવેશ પામતા આધિભૌતિક તથા આધ્યાત્મિક વિષયના નિરૂપણને ઉદ્દેશ પણ મેક્ષ વિના બીજે કશો જ નથી. જૈન દર્શનનાં શાસ્ત્રો પણ એ જ માર્ગને અવલંબીને રચાયેલાં છે. વાચક ઉમાસ્વાતિએ પણ અંતિમ ઉદેશ એક્ષને જ રાખી, તેની પ્રાપ્તિના ઉપાયો સિદ્ધ કરવા માટે પતે વર્ણવવા ધારેલ બધી વસ્તુઓનું વર્ણન તત્વાર્થમાં કરેલું છે.
૧. વાચક ઉમાસ્વાતિની તસ્વાર્થ રચવાની કલ્પના ઉત્તરાધ્યયનના ૨૮ મા અધ્યયનને આભારી હોય એમ લાગે છે. એ અધ્યયનનું નામ મોક્ષમાર્ગ છે. એ અધ્યયનમાં મેક્ષના માર્ગો સૂચવી તેના વિષય તરીકે જન તત્વજ્ઞાનનું તદ્દન ટૂંકમાં નિરૂપણ કરેલું છે. એ જ વસ્તુને વા. ઉમાસ્વાતિએ વિરતારી તેમાં સમય આગમના ત ગોઠવી દીધાં છે. તેમણે પોતાના સૂત્રગ્રંથની શરૂઆત પણ મેક્ષમાર્ગપ્રતિપાદક સૂત્રથી જ કરી છે. દિગંબર સંપ્રદાયમા તે તત્વાર્થસૂત્ર ક્ષશાસ્ત્રના નામથી અતિ જાણીતું છે. બૌદ્ધ પરંપરામાં વિશુદ્ધિમાગ અતિ મહત્વનો ગ્રંથ પ્રસિદ્ધ છે, તે બુદ્ધીષ દ્વારા પાંચમા સૈકાની આસપાસ પાલીમાં રચાયા છે, અને તેમા સમગ્ર પાલીપિટને સાર છે. તેને પૂર્વવતી વિમુક્તિ માર્ગ' નામના ગ્રંથ પણ બૌદ્ધપરંપરામાં હસ્તે તેને અનુવાદ ચીની " ભાષામાં મળે છે. વિશુદ્ધિમાર્ગ, તથા વિમુક્તિમાર્ગ” એ બને શબ્દને અર્થ “મોક્ષમાર્ગ જ છે. '