________________
જન્મ જ ન થાત. તેથી ઉતા ત્રણે હેતુઓ સાથે પ્રેરક સામગ્રીમાં તેમની પ્રતિભાને સ્થાન આપ્યા વિના ન જ ચાલે.
કોઈ પણ ભારતીય શાસ્ત્રકાર જ્યારે પિતાના વિષયનું શાસ્ત્ર રચે છે, ત્યારે તે પિતાના વિષયના નિરૂપણના અંતિમ
ઉદ્દેશ તરીકે મેક્ષને જ મૂકે છે; પછી ભલે (નાનો રહેશે તે વિષય અર્થ, કામ, તિષ કે વૈવક
જે આધિભૌતિક દેખાતે હેય, કે તત્ત્વજ્ઞાન અને રોગ જેવો આધ્યાત્મિક દેખાતો હેયબધાં જ મુખ્ય મુખ્ય વિષયનાં શાસ્ત્રના પ્રારંભમાં તે તે વિદ્યાના અંતિમ ફળ તરીકે મેક્ષને જ નિર્દેશ હેવાન, અને તે તે શાસ્ત્રના ઉપસંહારમાં પણ છેવટે તે વિદ્યાથી મેક્ષ સિદ્ધ થયાનું કથન આવવાનું.
વૈશેષિક દર્શનના પ્રણેતા કણદ' પિતાની પ્રમેયની ચર્ચા કરતાં પહેલાં, તે વિદ્યાના નિરૂપણને મેક્ષના સાધન તરીકે જણાવીને જ તેમાં પ્રવર્તે છે. ન્યાય દર્શનના સૂત્રધાર ગૌતમ પ્રમાણપદ્ધતિના જ્ઞાનને મેક્ષનું દ્વાર માનીને જ તેના નિરૂપણમાં ઊતરે છે. સાંખ્ય દર્શનનું નિરૂપણ કરનાર પણ મેક્ષના ઉપાયભૂત જ્ઞાનની પુરવણી ખાતર જ પોતાની વિશ્વોત્પત્તિ વિદ્યાનું વર્ણન કરે છે. બ્રહ્મમીમાંસાનું બ્રહ્મ અને જગત વિષેનું નિરૂપણ પણ મેક્ષના સાધનની પૂર્તિ માટે જ છે. ગ દર્શનમાં ગક્રિયા અને બીજી પ્રાસંગિક આવતી બધી બાબતોનું
૧ , ૨, ૪, કણાદસૂત્ર, ૨. ૧, ૧, ૧, ન્યાયસૂત્ર. ૩ જુઓ ઈશ્વરકૃષ્ણકૃત “સાંખ્ય દ્વારિકા', કા, ૨.