________________
'જે વર્ણન આપ્યું છે, તે ઉક્ત બીજા, ત્રીજા અને ચોથા
અધ્યાયની કેટલીક બાબતો સાથે સરખાવવા જેવું છે, કેમકે "એમાં પણ મરણ પછીની સ્થિતિ, ઉત્ક્રાંતિ, જુદી જુદી જાતિના છો, જુદા જુદા લે છે અને તેમના સ્વરૂપનું વર્ણન છે
ઉક્ત બીજા અધ્યાયમાં જીવનું જે ઉપગ લક્ષણ કહેવામાં આવ્યું છે, તે આત્મવાદી બધાં દર્શને એ સ્વીકારેલા તેના જ્ઞાન કે ચૈતન્ય લક્ષણથી જુદું નથી. વૈશેષિક અને ન્યાયદર્શનના ઈન્દ્રિયવર્ણન કરતાં ઉક્ત બીજા અધ્યાયનું ઈદ્રિયવર્ણન જુદુ દેખાવા છતાં તેના ઇકિયસંબંધી પ્રકારે, તેમનાં નામ અને તે દરેકને વિષય ન્યાય અને વૈશેષિક દર્શન સાથે લગભગ શબ્દશઃ સમાન છે. વૈશેષિક દર્શનમાં જે પાર્થિવ, જલીય, તેજસ અને વાયવીય શરીરનું વર્ણન છે, તથા સાંખ્ય દર્શનમા" જે સૂક્ષ્મ લિગ અને સ્કૂલ શરીરનું વર્ણન છે, તે તત્વાર્થના શરીરવર્ણનથી જુદુ દેખાવા છતાં ખરી રીતે એક જ અનુભવની ભિન્ન બાજુઓનું સૂચક છે. તત્વાર્થમા જે વચ્ચેથી તૂટી શકે અને ન તૂટી શકે એવા આયુષનું વર્ણન છે અને તેની જે ઉપપત્તિ દર્શાવવામાં આવી
૧. “વાર્થ ૨, ૮. ૨. “તવાઈ, ૨, ૧૫-૨૧. ૩. ન્યાયસત્ર ૧, ૧, ૧૨, અને ૧૪ ૪. જુઓ, તકસંગ્રહ, પુરીથી વાયુ સુધીનું નિરૂપણ. ૫ ઈશ્વરકૃત સાંખ્ય કારિકા' કા, ૪૦ થી ૪૨. ૧. “તત્વાર્થ” ૨, ૭-, ૭ “તત્વાર્થ. ૨, પર.