________________
ભૌગોલિક વર્ણન તથા તેમાં વસતા મનુષ્ય, પશુ, પક્ષી આદિને જીવનકાળ, ૧૦. દેવની વિવિધ જાતિઓ, તેમને પરિવાર, ભાગ, સ્થાન, સમૃદ્ધિ, જીવનકાળ અને જતિમંડળ દ્વારા ખગોળનું વર્ણન.
અધ્યાય ૫ ઃ ૧૧. દ્રવ્યના પ્રકારે, તેમનું પરસ્પર સાધમ્ય-ધર્મો તેમનુ સ્થિતિક્ષેત્ર અને તે દરેકનું કાર્ય, ૧૨. પુદગલનું સ્વરૂપ, તેના પ્રકારે અને તેની ઉત્પત્તિનાં કારણે, ૧૩. સત અને નિત્યનું સહેતુક સ્વરૂપ, ૧૩, પૌગલિક બંધની યેગ્યતા અને અગ્યતા, ૧૫. દ્રવ્ય સામાન્યનું લક્ષણ, કાળને દ્રવ્ય માનનાર મતાંતર અને તેની દષ્ટિએ કાળનું સ્વરૂપ, ૧૬. ગુણ અને પરિણામનાં લક્ષણે અને પરિણામના પ્રકારે.
સરખામણ ઉક્ત બાબતોમાંની ઘણીક બાબતે આગમો અને પ્રકરણ ગ્રંથમાં છે, પણ તે બધી અહીના જેવી ટૂંકાણમાં સંકલિત અને એક જ સ્થળે ન હેતાં છુટીછવાઈ છે. “પ્રવચનસારના સેવાધિકારમાં અને “પંચાસ્તિકાયના દિવ્યાધિકારમાં ઉપર જણાવેલ પાંચમા અધ્યાયને જ વિષય છે. પણ તેનું નિરૂપણ અહીનાથી જુદું પડે છે. પંચાસ્તિકાય અને પ્રવચનસારમાં તર્કપહતિ તેમજ લંબાણ છે, જ્યારે ઉક્ત પાંચમા અધ્યાયમાં ટૂંકું તેમજ સીધું વર્ણન માત્ર છે.
ઉપર જે બીજા, ત્રીજા અને ચોથા અધ્યાયના મુદ્દા મૂક્યા છે તેવું સળંગ, વ્યવસ્થિત અને સાગપાંગ વર્ણન કઈ પણ બ્રાહ્મણ કે બૌહ મૂળ દાર્શનિક સૂત્રગ્રંથમાં નથી દેખાતું. બાદરાયણે પિતાના બ્રહ્માસ્ત્રના ત્રીજા અને ચોથા અધ્યાયમાં
૧. હિંદ તત્વજ્ઞાનને ઈતિહાસ, બીજો ભાગ, ૫૦ ૧૬૨ થી
માંગી