________________
પૂરી કરી એવું લખ્યું છે, તે પિતાના ગુરુના નામની સાથે હરિભકશિષ્ય વગેરે કઈ વિશેષણ લગાવ્યા વિના ભાગ્યે જ રહેત. અસ્તુ ગમે તે હે; પરંતુ એટલું તે હજુ વિચારવાનું રહે છે કે, તે યશોભદ્ર કયારે થયા, તથા તેમની બીજી કૃતિઓ છે કે નહિ? વળી, તે યશોભદ્ર આખરી એક માત્ર સૂત્રની વૃત્તિ કેમ રચી ન શક્યા? તથા તે તેમના શિષ્યને કેમ રચવી પડી?
તુલના કરવાથી જણાય છે કે, યશોભદ્ર તથા તેમના શિષ્યની ભાષ્યવૃત્તિ ગધહસ્તીની વૃત્તિના આધારે લખવામાં આવી છે ગધહસ્તીની અને હરિભદ્રની વૃત્તિઓમાં રહેલુ શબ્દસામ્ય, તથા પારસ્પરિક મતભેદનું ખંડન એ અને એકબીજાની વૃત્તિના અવલોકનનું પરિણામ નથી, એવું તે માનવું પડે છે; પરંતુ યશોભદ્રની વૃત્તિની બાબતમાં એવું નથી. કારણ કે, યશોભદ્રને શિષ્ય સ્પષ્ટ લખે છે કે, ગંધહસ્તીએ જે નવ્યવૃત્તિ રચી, તેમાંથી મેં તેમજ મારા ગુરુ યશોભદ્ર આચાર્યે બાકીને ભાગ ઉદ્ધત કર્યો છે.
હરિભકના ષડશક પ્રકરણ ઉપર વૃત્તિ લખનારા એક યશોભદ્રસૂરિ થયા છે, તે જ પ્રસ્તુત યશોભદ્ર છે કે બીજા, એ પણ એક વિચારણીય પ્રશ્ન છે. મળી આવતા વિસ્તૃત દાર્શનિકવાદ નાની વૃત્તિમાં નથી; અથવા કથાક છે, તે બિલકુલ સંક્ષિપ્ત છે. અધિક ધ્યાન દેવા યોગ્ય વાત તે એ છે કે, “વિશ્વવ્યયુ હત' એ સૂત્રનું ભાષ્ય બને વૃત્તિઓમાં એક નથી, તથા કોઈ એકમાં બીજી વૃત્તિએ સ્વીકારેલા ભાષ્યપાઠ નિર્દિષ્ટ પણ થયો નથી.