________________ ધર્મોના તુલનાત્મક અધ્યયનનાં વિવિધ દૃષ્ટિબિંદુઓ 31 આ બધા પ્રશ્નોને આપણે વિચાર કરીએ ત્યારે આપણને એ સમજાશે કે ઈતિહાસને પાને નોંધાયેલ ધાર્મિક અસહિષ્ણુતાની સામે ધર્મ સમભાવ, ધર્મમિલન તેમ જ એક જ સ્થળે અને સમયે વિવિધ ધર્મોના સુમેળભર્યા સહઅસ્તિત્વને પણ અનેક પ્રસંગે પણ ઇતિહાસના પાને નેંધાયા છે. આ પ્રકારના અનુભવની સામે આંખમીંચામણ કરી ધાર્મિક અસહિષ્ણુતાના પ્રસંગોને પ્રાધાન્ય આપી એમ કહેવું કે ધર્મને પાયે અસહિષ્ણુતા છે એ તાર્કિક લાગતું નથી. વળી, અસહિપશુતા એ ધર્મક્ષેત્ર સાથે જ સંકળાયેલ છે એમ નથી. અસહિષ્ણુતા માનવસ્વભાવમાં કંડારાયેલ છે–-ધર્મ માન્યતા કે ધર્મ આચરણના ભેદોને કારણે નહિ. વળી એક જ કુટુંબના સમાનધમી અનુયાયીઓમાં પણ અસહિષ્ણુતા જોવામાં આવતી જ નથી એમ શું આપણે કહી શકીશું ? બે નિરીશ્વરવાદી અધાર્મિક માનવામાં અસહિષ્ણુતાને સંપૂર્ણપણે અભાવ છે એમ આપણે કદીયે કહી શકીશું ખરા? વ્યક્તિગત જીવન, કૌટુંબિક જીવન, સામાજિક, રાજકીય અને આર્થિક જીવનનાં ક્ષેત્રોમાં એક યા બીજા પ્રકારે અસહિષ્ણુતાનું અસ્તિત્વ હોય તે પછી માત્ર ધાર્મિક જીવનમાં જ એના અસ્તિત્વને, ધાર્મિક જીવનના આધાર તરીકે કઈ રીતે રજૂ કરી શકાય ? કયાં તે આપણે એમ કહેવું જોઈએ કે માનવજીવનના જે જે ક્ષેત્રમાં અસહિષ્ણુતા છે તે તે ક્ષેત્રને આધાર તેના પર છે, અથવા તે આપણે એ નિષ્કર્ષ પર પહોંચવું જોઈએ કે અસહિષ્ણુતા માનવસ્વભાવનું સહજ અંગ છે અને એથી માનવજીવનના પ્રત્યેક અંગમાં એ એક યા બીજા વરૂપે દષ્ટિગોચર થાય છે. આમ, આપણે એ જોઈ શકીશું કે ધર્મને પાયો ન તો અંધ માન્યતા છે, ન તે રૂઢિ છે, ન તે અજ્ઞાન કે અસહિષ્ણુતા છે. ધર્મને પાયો સમજવા માટે ધર્મના તલસ્પર્શી અધ્યયનની જરૂર છે; અને ધર્મનું તુલનાત્મક અધ્યયન ધર્મને અર્ક સમજાવવામાં સહાયભૂત થાય એમ છે. કોઈપણ ધર્મમાં, ઉપર દર્શાવેલ ચારમાંથી એક યા વધારે અંગે અવેલેકવામાં આવે ત્યારે એની વિશિષ્ટ સમજણ પામવી જરૂરી બની રહે છે. એ ખૂબ જ સ્પષ્ટ રીતે નોંધવું જોઈએ કે આ ચારેયને ધર્મના પાયા તરીકે સ્વીકારી શકાય નહિ અને છતાં કઈક ધર્મમાં કયારેક આવા અંગે જેવાં મળી રહે ખરાં. પરંતુ ત્યારે એ અંગોને વધુ અભ્યાસ આપણને જે તે ધર્મમાં એના સ્થાન અંગેની વધુ સમજ આપી શકશે. 2. ખ્રિસ્તી ધર્મ સિવાયના ધર્મોને નકાર: જગતમાં સૌથી વિસ્તાર પામેલ ધર્મ ખ્રિસ્તી ધર્મ છે. વિસ્તારની દૃષ્ટિએ તેમ જ અન્યાયીઓના સંખ્યાબળની દૃષ્ટિએ ખ્રિસ્તી ધર્મનું સ્થાન વિવિધ ધર્મોમાં