________________ 318 ધર્મોનું તુલનાત્મક અધ્યયન એક નવીન દૃષ્ટિ આપે છે. એમ કરીને કલા રવરૂપ, પછી તે ગમે તે પ્રકારનું હોય, ધર્મના સંગઠક બળ તરીકેને પિતાને હિસ્સો આપે છે. આપણે એ જોઈ શકીએ છીએ કે ધર્મના ગતિશીલ પ્રવાહને એકધારે, એક માગે, આડ ફંટાયા વિના, એકત્રિત રાખી–સબળ રીતે વહેવાની શક્તિ આ સંગઠક બળ આપે છે. એ સંગઠક બળોનું સ્વરૂપ પલટાય, એનાં બાહ્ય કલેવરોમાં ફેરફાર થાય, છતાંય એનું મૂળભૂત તવ ધર્મની ગતિશીલતાને વધુ વેગ આપવામાં રહેલું છે. પ, પ્રાર્થનાનું સ્થાન : પૂજા અને પ્રાર્થના લગભગ બધા જ ધર્મોમાં સ્થાન ધરાવે છે. જે કંઈ ધર્મપૂજાને આદર કરતું નથી એ પણ પ્રાર્થનાને તે સ્વીકારે જ છે આથી પ્રાર્થનાની રવતંત્ર વિચારણ આવશ્યક છે. ધાર્મિક જીવન જીવવા માગતા માણસ માટે પ્રાર્થના એક મહત્વનું સાધન છે. પ્રાર્થના દ્વારા જ માનવી પોતાના જીવનની શુદ્ધિ કરી એને ઊર્ધ્વગામી બનાવી શકે છે. જગતનિયંતા ઈશ્વરની પ્રાર્થના કરતી વખતે એના સ્વરૂપને એ પ્રત્યક્ષ રાખે છે. એથી કંઈ નહીં તે એટલા સમય માટે તે એ પાપાચરણમાંથી મુક્ત રહે છે. માનવના મનમાં કદીયે દુષ્ટ વિચાર આવ્યો જ નથી એમ તે કોણ કહી - શકે? પ્રત્યેક માનવી, જીવનના કેઈક તબકકે પ્રલોભનથી આકર્ષા હોય એમ પણ કયાં નથી બનતું ? વળી, જનસામાન્યમાં દ્વેષ, ધિક્કાર, હિંસા, ઈન્દ્રિય સુખ, અભિમાન અને આકાંક્ષા પણ ક્યાં નથી ? અરે, જનસામાન્યની વાત શા માટે, કેટલીયે વેળા સંત, સિદ્ધ આત્માઓ પણ આવી બાબતોના ભોગ બન્યા નથી ? આ પ્રકારનાં અનેક પ્રલોભને પ્રત્યક્ષ હોય ત્યારે એમાંથી છૂટવા માટે નહીં તે પણ, શરૂઆતને તબક્કે એમને દૂર રાખવા માટે પણ પ્રાર્થના એક શક્તિશાળી સાધન છે. મન અને આત્માની દઢતા પ્રાર્થના દ્વારા કેળવાય છે. પ્રાર્થના દ્વારા ઈશ્વરનું ધ્યાન ધરી સર્વ દુઃખોનું દુઃખ - ઈશ્વરવિસ્મૃતિ, આપણે દૂર કરીએ છીએ. કેટલીક વેળા પ્રાર્થનાનો સામે એક એવી દલીલ કરવામાં આવે છે કે પ્રાર્થનાથી શું નીપજી શકે? મહત્ત્વની વાત કર્મ છે, પ્રાર્થના નહિ. કર્મ એ જ પ્રાર્થના છે.૧૮ જે પ્રત્યેક વ્યક્તિ ઈશ્વરમય બની કર્તવ્ય કરે, પ્રત્યેક કાર્ય કરતી વખતે એ ઈશ્વરનું કાર્ય કરે છે એમ સમજે, તથા ઈશ્વરને માટે એ કાર્ય કરે છે એમ સ્વીકારે. 18 "Work is worship."