________________ 320 ધર્મનું તુલનાત્મક અધ્યયન બીજો કોને આશ્રય શોધે છે? આધુનિક સમયમાં પણ અવકાશવીરને જ્યારે મૃત્યુ સિવાય અન્ય કંઈ જ સમીપ નહેતું દેખાતું ત્યારે પિતે, પિતાના સ્વજનો અને દેશબાંધવો તથા અન્ય માનવ બાંધવોએ પ્રાર્થનાનો સહારો નહોતે શે ? શુભ અને ઈષ્ટને માટે કરેલી પ્રાર્થનાનો ઇન્કાર શુભ અને ઈટ સ્વરૂપ ઈશ્વર પિતે શી રીતે કરી શકે ? વ્યક્તિગત હિત, સમૂહગત સ્વાર્થ, રાષ્ટ્રીય વિજયને માટે કરેલી પ્રાર્થના અસફળ રહે એ સમજી શકાય છે. એવી પ્રાર્થનાને પ્રાર્થના તરીકે ન સ્વીકારવામાં આવે એ પણ યોગ્ય છે. પરંતુ સમસ્ત માનવજાતિના હિતને માટે કરેલી પ્રાર્થના અફળ રહે છે એ સાબિત કરવાને માટે આપણી પાસે કયા પુરાવા છે? સામેથી કદાચ પ્રશ્ન એ ઉપસ્થિત કરવામાં આવે કે પ્રાર્થનાની સફળતાના કયા પુરાવા છે? પ્રાર્થનાની સફળતાનો એકમાત્ર પુરાવા માનવજાત હજી જીવી રહી છે, અને શાંતિથી જીવવા પ્રયત્નશીલ છે એમાં, તથા પ્રાર્થનામાંની શ્રદ્ધામાં, રહેલ છે. આવી એક સર્વજન હિતાર્થની પ્રાર્થનાને અહીં ઉલ્લેખ કરે વાજબી રહેશે? . ॐ सहनौ भुनक्तु सहवीय करवा वहै: तेजस्विनाम् वधी तमस्तु मा विद्विषावहै: ॐ शांतिः शांतिः शांतिः।१४ 19 તૈતરિય ઉપ. 21