________________ 380 ધર્મોનું તુલનાત્મક અધ્યયન શકે નહીં એવું એમના આ બધામાંથી નિષ્પન્ન થતું નથી ? સાચે સમાજ તે છે જે ઈશ્વરનું સામ્રાજ્ય બને. પણ સમાજ, ઈશ્વરનું સામ્રાજ્ય શી રીતે બને ? એ ત્યરે જ સંભવી શકે જ્યારે સમાજનું ઘડતર નૈતિકતા અને ધાર્મિક્તાના પાયા પર થયું હોય. 10, આદરણીય માનવી : કેઈપણ ધર્મમાં સમાવિષ્ટ થયેલ માનવજુથ ક્યા પ્રકારના માનવીને આદર કરે છે એ પ્રશ્નના ઉત્તરને આધારે ડૉ. સોન્ડર્સ ધર્મોને તફાવત રજૂ કરવાને પ્રયાસ કરે છે. આ આદરણીય માનવીને નિર્ણય કરતી વખતે એ ધર્મજૂથના નૈતિક આદર્શોને જ નહીં પરંતુ એમની દેવભાવનાના વિચારને પણ ગણતરીમાં લેવામાં આવે છે. ચીનાઓ : રાજકુંવર માનવી જાપાનીઓ : શિસ્તબદ્ધ સૈનિક હિબ્રઓ : સાચો માણસ હિંદુઓ : સાધુ માણસ ખ્રિસ્તીઓ : સંત માણસ મુસ્લિમો : અલ્લાહને ગુલામ માણસ અહીંયાં રજૂ કરેલ આદરણીય માનવીને ખ્યાલ કેટલે અંશે જે તે ધર્મના હાર્દની સાથે સુસંગત છે એ કહેવું મુશ્કેલ છે. સામાન્ય રીતે હિંદુઓ સાધુને આદરણીય આદર્શ પુરુષ તરીકે સ્વીકારે છે એમ કહેવું અર્ધસત્ય જેવું છે. જેમ એ સાધુને આદરણીય ગણે છે એમ જ બીજા સવને પણ ગણે છે–જેમકે, એના માતા, પિતા, ગુરુ વગેરે. એ જ રીતે જાપાનની પ્રજા શિસ્તબદ્ધ સૈનિકને, આદર્શ માનવી તરીકે આદર કરે છે, એ એમના ધર્મમાંથી કઈ રીતે ફલિત થાય છે એ સમજવું મુશ્કેલ છે; અને બીજા ધર્મો વિશે પણ આમ કહી શકાય. 11. ઉદ્ધારકને ખ્યાલ : : જે. ધર્મોમાં માનવ અને ઈશ્વરને એક તરીકે લેખવામાં આવ્યા નથી એ ધર્મોમાં ખાસ કરીને હિબ્રધર્મ, જરથુસ્તધર્મ અને ખ્રિસ્તીધર્મોમાં ઉદ્ધારકને ખ્યાલ રજૂ થયે છે. હિબ્રધર્મમાં મૂળથી આવો ખ્યાલ હતો કે કેમ એ નિશ્ચિત નથી. હિબ્ર જ્યારે પિતાના વતનમાંથી દેશનિકાલ થયા અને બેબિલેનિયામાં રહ્યા હતા ત્યારે,