________________ ધર્મોનું તુલનાત્મક અધ્યયન આ પરમ આનંદને અનુભવ ઇન્દ્રિય સુખાનુભવ સાથે સુસંગત છે કે કેમ એ અલગ પ્રશ્ન છે અને એને ઉત્તર જે તે ધર્મ પિતાની સમગ્ર વિચારણાની દષ્ટિએ આપે છે. પરંતુ આ વિશે તફાવત હોવા છતાં, માનવજીવનમાં પરમ આનંદનું સ્થાન છે તથા એ પ્રાપ્ય છે, એમ તે પ્રત્યેક પ્રવર્તમાન ધર્મ રવીકારે છે. આમ, આપણે એ જોઈ શકીએ છીએ કે બહુ જ વિસ્તૃત પ્રકારની વિશિટતાઓ પ્રવર્તમાન ધર્મોમાં છે. આ પુસ્તકના બીજા વિભાગમાં ધર્મ ધર્મ વચ્ચેના તફાવત આપણે જોયા. પરંતુ એ તફાવતોમાં પણ જે કંઈ સામ્ય છે એની અહીંયાં આપણે વિચારણા કરી. વિસ્તૃત ફલકના આ સામ્યને અનુલક્ષીને ભાવિ ધર્મ-સ્વરૂપની કલ્પના કરી શકાય. 2. સામ્યવાદ ધર્મ છે ? મથાળાને પ્રશ્ન જોઈને સહજ રીતે એ જિજ્ઞાસા થાય કે ધર્મના તુલનાત્મક અધ્યયનમાં આ પ્રશ્ન ક્યાંથી ? અને શા માટે ? આવી જિજ્ઞાસા થાય એ સ્વાભાવિક છે. જનસામાન્ય એમ માને છે કે સામ્યવાદ એક રાજ્ય-વ્યવસ્થા છે અને એ એક એવી રાજ્ય-વ્યવસ્થા છે જેનો ધર્મ સામે માત્ર વિરોધ છે એટલું જ નહિ પરંતુ ધર્મનું નામે નિશાન મિટાવવા માટે એ કટિબદ્ધ છે. કારણકે કાલે માર્કસે કહ્યું છે: “પ્રજાના સાચા (real) સુખને માટે તેમનાં ભ્રાંતિક (illusory) સુખ સમાન ધર્મને નાબૂદ કરે જોઈએ”.૬૬ આવી રાજ્ય-વ્યવસ્થાનો અહીંયાં અભ્યાસ શા માટે ? એ પ્રશ્ન પણ એટલું જ મહત્તવને છે. પરંતુ એ પ્રશ્નનને ઉત્તર શરૂઆતને તબકકે આપી શકાય તેમ નથી. આપણે જે કંઈ રજૂઆત કરવાની છે એ કરી દીધા પછી આ પ્રશ્નનો ઉત્તર આપવા આપણે વધુ સુસજજ હોઈશું. જનસમુદાયને એક એ પણ ખ્યાલ છે કે સામ્યવાદ ધર્મમાં માનતો નથી, એટલું જ નહિ પરંતુ ઈશ્વરમાં પણ માનતા નથી. અને જેમ એ ધર્મનું નિકંદન કાઢવા કટિબદ્ધ થયે છે એવી રીતે માનવ-વિચારમાંથી ઈશ્વરનું નિકંદને કાઢવા કટિબદ્ધ છે. એ સાચું છે કે સામ્યવાદ ઈશ્વરને રવીકાર કરતા નથી, ઈશ્વરને ઇન્કાર કરે છે. પરંતુ સામ્યવાદને ઈશ્વરને ઈન્કાર સમજવાને માટે ઈવર એટલે શું એ સમ૨૬ માર્કસ એન્ડ એન્જલ્સ, એન રિલિજિયન, ન્યુયોર્ક, 1964, પા. કર