________________ 418 ધર્મોનું તુલનાત્મક અધ્યયન પરંતુ માનવને પૂર્ણ કરવા માટે ઈશ્વરદયાથી તે મળે છે. દ વિના સંપૂર્ણ પ્રાપ્ત થતું નથી.” - આ જ ભાવ હિંદુધર્મના ભક્તિ સાહિત્યમાં પણ પ્રાપ્ત થાય છે. ઈશ્વર સાચા ભક્તની અનેક કસોટીઓ કરે છે, અને તાવી નાંખે છે અને જ્યારે એ આ બધી વિપત્તિઓમાંથી પાર ઊતરે છે ત્યારે જ ઈશ્વર એને તારે છે. પ્રાર્થના - પ્રત્યેક ધર્મની જેમ બહાઈમતમાં પણ પ્રાર્થના પર ભાર મૂકવામાં આવ્યા છે. બહાઈ ધર્મશાસ્ત્રમાં કહેવાયું છે: માનવ માટે પ્રાર્થના અનિવાર્ય અને ફરજિયાત છે. કોઈ પણ બહાના હેઠળ માનવને પ્રાર્થનામાંથી મુક્ત ન કરી શકાય, સિવાય કે માનસિક રીતે એ અસ્થિર હેય યા તે વિશિષ્ટ પ્રકારનાં વિને આવી પડે. પ્રાર્થનાનું હાર્દ આમ છે? પ્રાર્થનામાં માનવ અને ઈશ્વર વચ્ચે સંબંધ બંધાય છે, કારણકે પ્રાર્થનામાં માનવ ઈશ્વરાભિમુખ થાય છે અને ઈશ્વરના સાનિધ્યભર્યા સાહચર્યમાં એના પ્રિમ અને દયાની ઝંખના કરે છે. ધ્યાન: બધા જ ધર્મોમાં ધ્યાનને એકસરખું મહત્ત્વ આપવામાં આવ્યું નથી. ખાસ કરીને ઔદ્યોગિક ક્રાંતિ પછીના આવેલા સામાજિક પરિવર્તનમાં જીવનવ્યવહાર એ અને એટલે જટિલ બને છે કે જગતના કેટલાક માનવીઓને ધ્યાન માટે સંપૂર્ણ નિષ્કાળજી રહી છે. બહાઈમનમાં ધ્યાનને અગત્યનું સ્થાન આપવામાં આવ્યું છે. ધ્યાનથી અનંત શાંતિની અવસ્થા છે. પ્રાપ્ત થાય છે જ, પરંતુ સાથે પિતાના જીવતરની મહત્તા પણ એ દ્વારા સમજાય છે. અબદુલ બહા-૪ ધ્યાન વિશે કહે છેઃ રહસ્યના દરવાજા ખેલવાની કુંચી ધ્યાન છે. ધ્યાનાવસ્થામાં માનવ, સમસ્ત સૃષ્ટિમાંથી પિતાને અલગ કરે છે અને આંતર–ધ્યાનસ્થ બને છે. એની આ અવસ્થામાં માનવ વિશાળ આધ્યાત્મિક જીવન સાગરમાં ડૂબકી મારે છે અને તવરૂપનાં રહસ્યોની સૂઝ પ્રાપ્ત કરે છે. ઇસ્લામમાંથી ઉદ્દભવેલ બહાઈમત કાળાનુક્રમે કેટલે પલટાતે રહ્યો છે અને 92 અબ્દુલ બહા, પા. 44-45 93 બહાઈ સ્ક્રીચરસ વિભાગ 869 84 એજ, વિભાગ 163