________________ ધર્મોનું તુલનાત્મક અધ્યયન - સહકાર અને અસહકાર એ સામાન્ય વ્યવહારની નીતિ છે. સાચા અને ન્યાયીને સહકાર પ્રાપ્ત થાય અને અન્યાયીને અસહકાર પ્રાપ્ત થાય એ સહજ છે. * ઇતિહાસ ઉપર ઉડતી નજર કરવાથી પણ એ સમજી શકાશે કે અસહકાર એ પુરાણી રીતિ છે. યુદ્ધ એ પણ એક પ્રકારને અસહકાર જ છે. પરંતુ યુદ્ધ એ આસુરી અસહકાર છે. આ વિશે ગાંધીજી કહે છેઃ૧૧૮ હિંદુસ્તાનના લેકની સમક્ષ મેં રજૂ કરેલ અસહકાર દૈવી અસહકાર છે એમ કહેવામાં મને જરાયે ઘષ્ટતા થતી નથી. જે અસહકારમાં હિંસા છે તેમાં હારજીત પણ રહેલી છે, પરંતુ જે અસહકારમાં માત્ર કુરબાની અને આત્મત્યાગ છે તેમાં જીત સિવાય બીજું કંઈ નથી. આ પ્રકારના અસહકારનો કઈ વિરોધ કરી શકે એમ હું માનતા નથી. જે કોઈ દેવી અસહકાર કરે છે તે ન્યાયની પ્રાપ્તિ થતા સુધી સહકાર કરતા નથી. અહિંસામાંથી જ સત્ય નિષ્પન્ન થાય છે એ આપણે આગળ જોયું. સત્યના આગ્રહ માટે ગાંધીજી પિતે સતત જાગૃત હતા અને લોકોને પણ સત્યના આગ્રહ માટે સતત જાત રહેવું જોઈએ એમ તેઓ માનતા. કારણકે મનુષ્યનું ગૌરવ આત્માની શક્તિને આધીન રહી વર્તવામાં રહ્યું છે. કેટલીક વેળા આત્મશક્તિને સત્યાગ્રહથી ભિન્ન ગણી સત્યાગ્રહના વિચારને ખોટી રીતે રજૂ કરવામાં આવે છે. આ વિશે સ્પષ્ટતા કરતા ગાંધીજી કહે છે: 12 0 ઘણી વેળા સત્યાગ્રહ શબ્દનો અર્થ ખૂબ ખોટી રીતે કરવામાં આવે છે અને છૂપી હિંસા એમાં સમાવિષ્ટ છે એવું સૂચવાય છે. પરંતુ આ શબ્દના પ્રયોજક તરીકે મને એ કહેવાની છૂટ હેવી જોઈએ કે એ શબ્દમાં કઈ પણ પ્રકારની હિંસા–પછી તે સ્પષ્ટ સ્વરૂપની હોય કે અસ્પષ્ટ સ્વરૂપની, વિચાર, શબ્દકે કાર્યની હેય—એ સમાવિષ્ટ નથી. વિરોધીને પિતાને કે એને કોઈ પણ પ્રકારની કટુવાણું કાઢવી અથવા તે એને ઇજા પહોંચાડવી કે એનું બૂરું ઇચ્છવું એ સત્યાગ્રહના ભંગ સમાન છે. સત્યાગ્રહ હંમેશાં સૌમ્ય છે, આક્રમક નહિ. સત્યાગ્રહ કદીયે ક્રોધ કે મલિનતામાંથી નીપજી શકે નહીં. સત્યાગ્રહની વધુ સમજ આપતા ગાંધીજી કહે છે: 121 સીધા પગલાની એક અતિ અસરકારક રીતિ તરીકે સત્યાગ્રહને અપનાવનાર, સત્યાગ્રહનો આશરો લેતા 118 એજ, 24-3-20 તથા 3-11-21 119 ગાંધી સંસ્મરણ ઔર વિચાર, પા. 500 120 હરિજન, 15-4-'33 121 યંગ ઈન્ડિયા, 20-10-27