________________ 438 ધર્મોનું તુલનાત્મક અધ્યયન સમન્વયીકરણ, જે માત્ર ધર્મોના અર્કના સમન્વયીકરણ ઉપરાંત, માનવજીવન અને માનવસમાજના વિવિધ પરિવર્તનનું પણ સમન્વયીકરણ કરે, અને એ સમન્વયીકરણમાં ઔદ્યોગિક પ્રગતિ, તાંત્રિક વિકાસ અને વૈજ્ઞાનિક સિદ્ધિનું સમન્વયીકરણ પણ સમાયું હોય. આથી, વીસમી સદીના માનવીને એક એવા ધર્મની જરૂર છે જે એના સમગ્ર અસ્તિત્વના કેઈ તત્વને ઈન્કાર ન કરે, અને છતાંયે એનાં સર્વ તને સ્વીકાર કરીને એની સિદ્ધિને માટે માર્ગ મોકળો કરે. ધાર્મિક અને સેક્યુલરના ભેદને બાજુએ મૂકી, માનવીય અને દૈવીયને સમન્વય સાધતા, એક એવા સમાજનું પ્રબોધન કરે, જે ખરેખર માનવીની સિદ્ધિરૂપ બની, દેવભાવનાથી ઓતપ્રોત થયેલ હેય. આવા સર્વગ્રાહી ધર્મની રચના, કાળના ભાવિના ગર્ભમાં છે. માનવીનું જે સ્વરૂપ છે એ જ રહે તે એક વસ્તુ નિશ્ચિત છે કે એકવીસમી સદીના માનવીને પણ ધર્મની જરૂરિયાત રહેવાની છે, અને છતાં એ વાત પણ એટલી જ નિશ્ચિત છે કે કઈપણ એક ધર્મ એ જરૂરિયાત સંતેવી શકે નહીં. એવી સંભવિતતા સાવ નકારી શકાય નહીં કે સામ્યવાદનું શ્રેષ્ઠ અને ધર્મનું એક એકત્ર થઈને, એક એવા ધર્મની પ્રાપ્તિ કરાવે, જેમાં માનવીના સામાજિક સર્વદેશીય ઉત્થાનની સાથે, એના વ્યક્તિગત સર્વાગી વિકાસને માટે પણ સ્થાન મળે. એક એવો ધર્મ જે વ્યક્તિ જીવનનાં શ્રેષ્ઠતમ અંગોને સિદ્ધ કરવા પ્રવૃત્ત બનવા છતાં, સમાજજીવનને વ્યવસ્થિત કરવાનું કાર્ય નહીં ચૂકે. આ ધર્મ વ્યક્તિની આધ્યાત્મિક્તાની જરૂરિયાતને સ્વીકાર કરે એટલું જ નહીં, પરંતુ સમાજની આધ્યાત્મિકતાની જરૂરિયાતને પણ સ્વીકાર કરે, અને એક એવા આદર્શ તરફ વળે, જ્યાં માનવીને આત્મા, સર્વત્ર પ્રવર્તમાન દૈવી આત્મતત્વ સાથે એકરૂપ થઈ અવકા રહે. પ્રવર્તમાન ધર્મોની વિશિષ્ટતાઓને લક્ષમાં લઈ ધર્મ સમન્વયના વિવિધ પ્રયાસો તથા આધુનિક રાજકીય અને મનોવૈજ્ઞાનિક પ્રક્રિયાની દિશાને અનુલક્ષીને ભાવિન ધર્મનાં આવાં દર્શન નથી થઈ શકતા ?