________________ 47 ધર્મ ભાવિ આધ્યાત્મિક જરૂરિયાત સંતોષવા, ભિન્ન છતાં સમાન માર્ગો હેઈ શકે. ધર્મ સમન્વયના બધા જ પ્રયાસને પાય આ રહ્યો છે. ઓગણીસમી સદી પહેલાં આ દિશાના પ્રયત્નને મુકાબલે ગઈ અને ચાલુ સદીમાં આવા પ્રયાસો સવિશેષે થયા છે, તે જ એ સૂચવે છે કે પલ્ટાતા સમય, સંજોગ, સમાજ અને પરિસ્થિતિમાં પણ માનવીની આધ્યાત્મિક જરૂરિયાત સાર્વત્રિક રહી છે અને શાશ્વતરૂપે ટકી છે. ઔદ્યોગિક ક્રાંતિથી શરૂ થયેલ સામાજિક પરિવર્તન માનવીના સમાજજીવનની સાથે જ એના કૌટુંબિક અને વ્યક્તિગત જીવનને પણ અસરકર્તા રહ્યું છે. શાંત અને નિર્મળ ગ્રામ્યજીવનના સ્થાને શહેરીજીવનના મંડાણ મંડાયા. સાદાઈભર્યા જીવનનું સ્થાન વૈભવભર્યા જીવને લીધું. ભૌતિક જરૂરિયાતો અનેકગણી વધી. જીવનના કેન્દ્રસ્થાને નૈતિક અને ધાર્મિક કાયદાને બદલે ભૌતિક અને આર્થિક કાયદાનું પ્રસ્થાપન થયું. આમ, ઔદ્યોગિક ક્રાંતિના સંચારણ સાથે ભૌતિકવાદના પ્રસારને વેગ મળે. અર્થવાદની ઝડપી ગતિએ એને પ્રોત્સાહન આપ્યું. બંનેએ એકત્ર થઈ રાજ્યશાસનને કબજે લીધે અને ત્રણેના આ મજિયારા પ્રયાસમાં વિજ્ઞાનનાં વિવિધ ક્ષેત્રેએ સહકાર આપે. તાંત્રિકવિદ્યા અનેકગણી વિકસી. સૃષ્ટિનાં અનેક રહસ્ય એક તરફે ઉકેલાયા, તે બીજી તરફ સૃષ્ટિની ગહનતાનાં પણ દર્શન થતાં રહ્યાં. વીસમી સદીના મધ્ય ભાગે માનવી અને માનવસમાજ એક સંઘર્ષની અવસ્થામાં આવ્યા. વ્યક્તિજીવન અને સમાજજીવનનાં મૂલ્ય એકમેકની સામે ટકરાયાં, એક તરફે ધાર્મિક મૂલ્યો અને બીજી તરફ સેકયુલર મૂલ્યને સંધર્ષ શરૂ થયો. એ સંઘર્ષમાં ધર્મનું, ધાર્મિક મૂલ્યનું માન કરવાના અનેકવિધ પ્રયાસો થયા. ઘડીભર સેક્યુલરીઝમનું સામ્રાજ્ય સ્થપાયું હોય અને વિસ્તરતું હોય એમ લાગ્યું. પરંતુ માનવીની આધ્યાત્મિક જરૂરિયાતને સદંતરપણે ઇન્કાર કરી શકાય નહીં, કે એને કાયમને માટે દબાવી દઈ શકાય નહીં, એનાં પ્રત્યક્ષ દર્શન, વીસમી સદીના પૂર્વાર્ધમાં એ માટેના થયેલા વિવિધ પ્રયાસે, કરાવે છે. આજે વીસમી સદીના અંતે આવી ઊભેલા માનવી માટે પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે વિશ્વને કોઈ એક ધર્મ એની આધ્યાત્મિક અને ધાર્મિક જરૂરિયાત સંતોષશે કે એના સતિષને માટે એક ને જ માર્ગ અખત્યાર કરે પડશે? માત્ર ધર્મોના સમન્વયીકરણની પ્રક્રિયા જ આ જરૂરિયાત સંતોષશે કે એ જરૂરિયાત સંતોષવા માટે એક વધુ વિસ્તૃત પ્રકારના સમન્વયીકરણની જરૂરિયાત રહેશે? એવું