Book Title: Dharmonu Tulnatmak Adhyayan
Author(s): Bhaskar Gopalji Desai
Publisher: University Granthnirman Board

View full book text
Previous | Next

Page 450
________________ ધર્મોનું તુલનાત્મક અધ્યયન selves free. For this, western virture can claim it's own share of credit. Western virtue has been crossed with Indian vision. It is this that has given but the most exciting and important spiritual movement of our time." ગાંધીજીની વિચારધારાના મૂળ ભારતીય સંસ્કૃતિમાં સમાયેલા છે. ગાંધીજીને ઈશ્વરને વિચાર અને એને સત્ય તરીકે સ્વીકાર એ ખૂબ વિશિષ્ટરૂપે રજૂઆત પામ્યા છે. આમ છતાં, સત્યને ઈશ્વર તરીકે અને ઈશ્વરને સત્ય તરીકે સ્વીકારવામાં ગાંધીજીએ આદર્શ પ્રાપ્તિને માત્ર ધર્મક્ષેત્ર માટે મર્યાદિત ન રાખતા જીવનના અન્ય વિવિધ ક્ષેત્રે પર પણ પ્રસરાવી છે. સર્વધર્મ પ્રત્યેની સમદષ્ટિ અને એમાંથી નીપજતી ધર્મ સહિષ્ણુતાને પરિણામે, ગાંધીજીએ વિવિધ ધર્મોમાંનું, જે શ્રેષ્ઠ છે તેને સ્વીકાર કરી સ્વત્વની તથા સમાજના શ્રેષ્ઠત્વની પ્રાપ્તિને, માનવજીવનનું ધ્યેય બનાવી, એની પ્રાપ્તિ માટે પ્રિમ, અહિંસા અને સત્યને ત્રિવિધ સ્વરૂપને વિશિષ્ટ માર્ગ રજૂ કર્યો છે. માનવજાતના વિકાસમાં ધર્મના આ સનાતન મૂલ્ય ક્યારેક વિસરાયેલા જોવા મળે છે. તેમ છતાં, એ મૂલ્યની અવારનવાર પુનઃ પ્રતિષ્ઠા થતી પણ જોવા મળે છે. માનવ આવાં મૂલ્યની પ્રાપ્તિ કરી શકે એ માટે, માનવધર્મનું કેવું રવરૂપ હોવું જરૂરી છે એને કંઈક ખ્યાલ ઉપર રજૂ કરેલ ગાંધી વિચારધારામાંથી પ્રાપ્ત થાય છે. 4 ઉપસંહાર આમ, આપણે જોઈ શકીશું કે ઈતિહાસના જુદા જુદા કાળે અને જુદા જુદા ભૌગોલિક પ્રદેશમાં ધર્મન્સમવયના વિવિધ પ્રયાસ થયા છે. આપણે રજૂ કરેલા પ્રયાસે ઉપરાંત બીજા કેટલાક પ્રયાસોને પણ સમાવેશ થઈ શકે. જેમ કે, એક તત્ત્વ પર સ્થપાયેલ બ્રહ્મોસમાજ, પ્રેમધર્મ પર સ્થપાયેલ સાંઈસમાજ અને પૂર્ણ પર રથપાયેલ અરવિંદ પંથ. આ પ્રયાસોમાંથી બે મહત્ત્વના મુદ્દાઓ નિષ્પન્ન થાય છે. એક તે, વિવિધ ધર્મોના મિલનસ્થાન શકય છે એને સ્વીકાર અને બીજ, ગઈ અને ચાલુ સદીમાં આ દિશામાં સવિશેષ પ્રયાસો થયા છે તે હકીક્ત. ' ધર્મની ઉત્પત્તિ માનવીની આધ્યાત્મિક જરૂરિયાત પૂર્ણ કરવાને માટે થઈ છે એમ આપણે અન્યત્ર નોંધ્યું. માનવીની અન્ય જરૂરિયાતની જેમ, એની આધ્યાત્મિક જરૂરિયાત પણ સ્વીકારાય તે, એની વિવિધ જરૂરિયાત સંતોષવાને માટે જેમ ભિન્ન છતાં સમાન માર્ગો સંભવી શકે, તેવી રીતે, માનવીની

Loading...

Page Navigation
1 ... 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532