________________ અધ્યાપનનો લાંબો અનુભવ ધરાવનાર એક પ્રાધ્યાપકના હાથે આ પુસ્તક લખાયું છે અને તે અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમની સઘળી આવશ્યકતાઓને સંતોષે તેવું છે. ઊંડો અભ્યાસ અને સરળ અભિવ્યક્તિ એમ બંને રીતે પુસ્તકને ગુણયુક્ત હોઈ તુલનાત્મક ધર્મોના અધ્યયન અને અધ્યાપનના ઉચ્ચ અભ્યાસને હેતુ પાર પાડે તેમ છે. લેખકે અનેક પ્રશ્નો ઉપસ્થિત કર્યા છે જે આ ક્ષેત્રમાં વધુ ખેડાણને વિસ્તાર સૂચવે છે. લેખકે મૌલિક રીતે જે વિવિધ કોઠા અને આલેખનો આપ્યાં છે તે આ પુસ્તકને આકર્ષક અને ઉપયોગી બનાવે છે. આ પુસ્તક અભ્યાસની દૃષ્ટિએ ગહન અને સામગ્રીની દ્રષ્ટિએ સર્વગ્રાહી છે. તુલનાત્મક ધર્મોના અનુસ્નાતક વિદ્યાથીઓ માટે તે લખાયેલું હોવા છતાં, જે કોઈ ધર્મ અને તેના પ્રશ્નોને અભ્યાસ કરવા માગતા હશે તે સૌને તે ખૂબ મદદરૂપ નીવડશે. જે રીતે પુસ્તક રજૂ કરવામાં આવ્યું છે તે યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડના પ્રકાશન માટે સર્વાગ સુયોગ્ય છે અને તેમ કરવાની ભલામણ કરતા મને ખુશી ઊપજે છે. આઈ. વી. ત્રિવેદી