________________ ધર્મનું ભાવિ આમ, આપણે જોઈશું કે પ્રેમના તત્ત્વમાંથી નિષ્પન્ન થતે અહિંસાને વિચાર માત્ર નિષ્ક્રિય ન રહેતાં સક્રિય પણ બને છે, અને એ રીતે સત્યની સાથે સંકળાય છે. અહીંયાં એ નેધવું જોઈએ કે નિસેએ ખ્રિસ્તીમતના પ્રેમના સિદ્ધાંતની કરેલી ટીકા, ગાંધીજીના પ્રેમના વિચારને લાગુ પાડી શકાય એમ નથી. કારણકે ગાંધીજીના પ્રેમના વિચારમાંથી એવી અહિંસાને વિચાર નીપજે છે જે પડકારમાં કે સંધર્ષમાં પણ પરિણમે. સત્ય : અહિંસા પડકારમાં કે સંઘર્ષમાં કયારે પરિણમે ? સત્યની સ્થાપનાને માટે તેમ જ સત્યની પ્રાપ્તિને માટે અહિંસા આવશ્યક છે. આ અંગે ડે. દેસાઈ કહે છે૧૧૬: મહાત્મા ગાંધીજીના મતે સત્યની પ્રાપ્તિને પાયે અહિંસા, અને સત્યની પ્રાપ્તિ પણ અહિંસાથી જ થઈ છે, એ સિવાય નહીં. જેમ જેમ અહિંસાને વિકાસ થાય તેમ તેમ સત્યની વધુ ને વધુ દષ્ટિ પ્રાપ્ત થાય. આથી જ ગાંધીજીએ પ્રબંધેલ સત્યાગ્રહને અહિંસા સાથે સાંકળવામાં આવે છે અને એ રીતે સવિનય અસહકાર (civil disobedience) અથવા તે અહિંસક પ્રતિકાર (non-violent resistence)ને ખ્યાલ પ્રાપ્ત થાય છે. સવિનય કાનૂનભંગઃ સવિનય કાનૂનભંગ વિષે આપણે ગાંધીજીના કેટલાક વિચારે અત્રે રજૂ કરીએ. મારે એ નિશ્ચિત મત છે કે સવિનય કાનૂનભંગ એ એક પવિત્ર પ્રકારની બંધારણીય ચળવળ છે અને એથી જ એનું સવિનય સ્વરૂપ એટલે કે અહિંસક સ્વરૂપ માત્ર છ પ્રકારનું હોય તે તે ટીકાપાત્ર અને નિમ્ન કક્ષાનું બને છે.”૧૧૭ અસહકાર સવિનય હવા માટે, સહૃદયી, માનપૂર્વક, સંયમશીલ તેમ જ સિદ્ધાંત આધારિત હોવો જોઈએ, અને કદીયે તોછડાઈભર્યો કે અસ્પષ્ટ હોવો જોઈએ નહિ. સવિનય અસહકારમાં કદીયે ધિક્કાર કે નુકસાનની ભાવના થવી જોઈએ નહિ, સવિનય અસહકાર સંપૂર્ણપણે અહિંસક હોવો જોઈએ. કારણકે એને ચાલક સિદ્ધાંત પોતે દુઃખ ભોગવીને તેમ જ પ્રેમપૂર્વક વિરોધીને જીતવામાં સમાયેલ છે.૧૧૮ 116 એજ, પા. 266 117 યંગ ઇન્ડિયા, 15-12-1921 ધર્મ 28