________________ ધમનું ભાવિ 431 હાથ લાગે છે તેની અહીંયાં રજૂઆત કરીએ. ગાંધીજીએ આવાં ત્રણ મહત્વનાં તો સ્વીકાર્યા છે: એક, પ્રેમ, બે, અહિંસા, ત્રણ, સત્ય અને સત્યાગ્રહ. પ્રેમ: પ્રત્યેક ધર્મમાં પ્રેમનું સ્થાન મહત્વનું છે. પ્રભુ પ્રત્યેના પ્રેમમાં જ માનવજાત અને સમસ્ત સૃષ્ટિ માટે પ્રેમ સમાવિષ્ટ થાય છે. પ્રેમની ભાવનામાંથી જ કોઈપણ જીવને કોઈપણ પ્રકારની ઈજા નહીં કરવી જોઈએ એવું ફલિત થાય છે. પ્રેમમાંથી જ એકત્વની ભાવના જન્મી શકે છે અને પ્રત્યેક ધર્મમાં જીવન ઉત્કર્ષનું જે ધ્યેય પ્રસ્થાપિત કરેલું છે એની સિદ્ધિને આધાર પ્રેમના પાયા પર નિર્ભર છે. આથી, સર્વે ધર્મોના ધર્મ તરીકે પ્રમધર્મને આલેખી શકાય. ગાંધીજીએ સર્વ ધર્મોમાંથી ખેંચેલા અહિંસા અને સત્યનાં તો પ્રેમમાંથી જ નિષ્પન્ન થાય છે. અહિંસા: અહિંસાનો વિચાર મુખ્યત્વે કરીને બૌદ્ધધર્મ અને જૈન ધર્મમાં પ્રાધાન્યપણે પ્રબોધાયેલ જોવા મળે છે. પરંતુ એમણે એ સિદ્ધાંતને વિશાળ ફલક પર મૂકો. આ લેખકે અન્યત્ર કહ્યું છે૧૧૧ એમ મહાત્મા ગાંધીજીએ પણ બુદ્ધ અને મહાવીરને અહિંસાને પગામ સ્વીકાર્યો તથા એ સિદ્ધાંતનો પુનરુદ્ધાર કરી, એ સિદ્ધાંતને માનવજીવનનાં આધુનિક અંગમાં લાગુ પાડયો. ગાંધીજીએ સામાજિક, રાજકીય તથા આર્થિક ક્ષેત્રોમાં અહિંસાના સિદ્ધાંતનું પ્રતિપાદન કર્યું અને એમ કરીને અહિંસાના સિદ્ધાંત પર રચાયેલ એક નવીન જીવનદષ્ટિ અને નવીન સમાજરચનાને ખ્યાલ આવે. વિશ્વ સમસ્તને એના વિવિધ કેયડાઓને આ રીતે એમણે એક નવીન માર્ગ સૂચવ્યો. ગાંધીજીના અહિંસાના ખ્યાલને સમજવામાં કેટલી વેળા ગેરસમજૂતી થયેલી જોવા મળે છે. ગાંધીજીને અહિંસાને ખ્યાલ ઉપરછલ્લો નથી પરંતુ ગહન છે એ સમજાવતા ડો. દેસાઈ કહે છેઃ૧૧૨ અહિંસા એ રીતે જોઈ શકાય : એક, નકારાત્મક રીતે અને બીજી, હકારાત્મક રીતે નકારાત્મક રીતે અહિંસા એટલે હિંસા 111 દેસાઈ, બી. જી, નીતિશાસ્ત્ર, વડોદરા વિશ્વવિદ્યાલય, 1964, પા. 263 112 એજ, પા. 265-266