________________ 430 ધર્મોનું તુલનાત્મક અધ્યયન એક વિશિષ્ટ પ્રદાન છે. સર્વ ની પવિત્રતા અને એકતા એમાં પ્રત્યક્ષ રીતે વ્યવહારમાં મુકાય છે. પુનર્જન્મની માન્યતા આજ માન્યતાનું સીધું પરિણામ છે. અને એ જ પ્રમાણે અવિરતપણે સત્યની શોધના પરિણામથી જ વર્ણાશ્રમ ધર્મને વિચાર ઉપસ્થિત થયેલ છે. હિંદુધર્મના ગાંધીજીના અત્રે રજૂ થયેલા વિચારોમાંથી કોઈ રખે એમ માની લે કે ગાંધીજી હિંદુધર્મના કેટલાંક પાસાંઓને અરવીકાર નહોતા કરતાં. એમણે બહુ રસ્પષ્ટ રીતે કહ્યું છે કે પ્રત્યેક ધર્મમાં સચ્ચાઈને કેટલેક અંશ રહ્યો છે. એ અંગે એમણે 18 કહ્યું છે : બધા ધર્મો વધતે ઓછે અશે સાચા છે. બધા જ ધર્મો એક જ ઈશ્વરમાંથી નીપજતા હોવા છતાં બધા જ ધર્મો અપૂર્ણ છે. કારણ કે એ ધર્મોની પ્રાપ્તિ આપણને અપૂર્ણ માનો દ્વારા થઈ છે. આ જ હકીકતને એમણે ભારપૂર્વક રજૂ કરતા કહ્યું: કઈ પણ એક ધર્મ સંપૂર્ણ નથી.૧૦ 9 ધર્મોની આ મર્યાદાના દર્શનમાંથી જ ગાંધીજીના સર્વધર્મસમભાવની અને ધર્મ-સમભાવની ભાવના જાગૃત થઈ. પિતાની કલ્પનાના ભારતમાં ધર્મના સ્થાન વિશે તેઓ૧૧૦ લખે છેઃ મારી કલ્પનાના ભારતમાં કોઈ એકમાત્ર ધર્મને વિકાસ નહિ પરંતુ બધા ધર્મો એકમેક પ્રતિ સમભાવમય અને સહિષ્ણુ હોય એમ હું ઇચ્છું છું. સર્વ ધર્મો એક સ્થળે, એક સાથે રહી શકે એમ હું માનું છું. વિવિધ ધર્મોના મુખ્ય બેધઃ જુદા જુદા ધર્મો વિશેનાં ગાંધીજીનાં મંતવ્ય આપણે જોયાં. બધા ધર્મોમાં સત્યને અંશ હોવા છતાં કોઈ પણ એક ધર્મ સંપૂર્ણ નથી અને એથી જ ધર્મ વિરોધ નહિ પરંતુ ધર્મ-સમન્વય માનવસમાજ માટે હિતકર છે એ પણ આપણે જોયું. ગાંધીજીના મતે વિવિધ ધર્મોમાં આવાં સમન્વયકારી તત્તે કયાં છે? આ પ્રશ્નનો ઉત્તર આપવા માટે ગાંધીજીના વિચાર-ફલકની ઝલક મેળવવી જરૂરી થઈ પડે છે. એટલું જ નહિ પરંતુ એમના જીવનના વિવિધ પ્રસંગે અને પ્રવૃત્તિઓને પણ અવેલેકવી જરૂરી બને છે. આ પુસ્તકની કદમર્યાદામાં આવી રજૂઆત શકય નથી. એથી ગાંધીજીના જીવનવિચારના નિષ્કર્ષ માંથી આવાં જે સમયકારી તો 108 યંગ ઈન્ડિયા, 29-5-24 109 એજ, 23-4-'31 110 એજ, 22-12-27